Thursday, October 21, 2021
Homeવડોદરા : ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી આવતીકાલે દેવપોઢી અગિયારસે નગરચર્ચાએ નહીં નીકળે.
Array

વડોદરા : ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી આવતીકાલે દેવપોઢી અગિયારસે નગરચર્ચાએ નહીં નીકળે.

વડોદરા. કોરોના વાઈરસની મહામારીના કારણે માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પહેલી જુલાઇના રોજ દેવપોઢી અગિયારસના દિવસેનીકળશે નહીં. ભગવાનનો વરઘોડો નીજ મંદિરમાં જ ફરશે. પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવશે.

નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવશે

મંદિરના પૂજારી હરીઓમ રામક્રૃષ્ણ વ્યાસે જણાવ્યું હતું કે, માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. અષાઢ સુદ એકાદશી જે દેવપોઢી અગિયારસ તરીકે ઓળખાય છે. દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ, વૈશ્વિક કોરોના વાઈરસની મહામારીના કારણે ભગવાનનો વરઘોડો માર્ગો ઉપર કાઢવામાં આવશે નહીં, પરંતુ, નીજ મંદિર પરિસરમાં જ નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવાશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્યારબાદ ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નીજ મંદિરમાં જ વરઘોડો કાઢવામાં આવશે. વરઘોડા બાદ શ્રદ્ધાળુઓ માટે સવારે 10થી બપોરે 1 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ સેનેટાઇઝની પણ સુવિધા કરવામાં આવશે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શ્રદ્ધાળુઓને લાઇનમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવશે.

અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની યાત્રા પણ આ વર્ષે નીકળી ન હતી

ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસની મહામારીના કારણે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની યાત્રા પણ નીકળી ન હતી. ત્યારબાદ હવે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો પણ વરઘોડો નીકળશે નહીં. નોંધનીય છે કે, દેવપોઢી અગિયારસને વડોદરા વાસીઓ ફૂગ્ગા અગિયારસ તરીકે પણ ઉજવે છે. ફૂગ્ગા અગિયારસે બાળકો ફૂગ્ગામાં પાણી ભરીને એકબીજાને મારી આનંદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments