વર્લ્ડ કપની 43મી મેચમાં લંડન લોર્ડ્સ ખાતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટકરાશે. બંને ટી બીજી વાર વર્લ્ડ કપમાં એકબીજા સામે રમશે. 20 વર્ષ પહેલા 1999માં ઇંગ્લેન્ડના નોરથહેમ્પટનમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને 62 રનથી મેચ ગુમાવી હતી. પાક. આજે તે હારનો બદલો લેવા માગશે। બાંગ્લાદેશ સામેની છેલ્લી ચારેય મેચ પાકિસ્તાન હાર્યું છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ ટોસ હારી ગયો અને બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે તો તેની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે!
પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાન પાંચમા સ્થાને છે. તેણે 8 મેચ રમી તેમાંથી 4 જીતી, 3 હારી અને 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું। બીજી તરફ બાંગ્લાદેશ 8માંથી 3 મેચ જીત્યું, 4 હાર્યું અને 1માં રિઝલ્ટ આવ્યું ન હતું.
પાકિસ્તાન આ રીતે ક્વોલિફાય કરી શકે છે:
પ્રથમ બેટિંગ કરતાં 350 રન કરે અને પછી 311 રને મેચ જીતે
પ્રથમ બેટિંગ કરતાં 400 રન કરે અને પછી 316 રને મેચ જીતે
પ્રથમ બેટિંગ કરતાં 450 રન કરે અને પછી 321 રને મેચ જીતે
પાકિસ્તાનની બીજી બેટિંગ આવી તો સેમિફાઇનલમાં આવાની કોઈ તક રહેશે નહીં