ઓઢવમાં રહેતી મહિલાને પ્રેમ લગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને ગૃહકલેશના કારણે પતિએ મારઝૂડ કરીને પિયરમાં તગેડી મૂકી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીના મોબાઇલ ફોનના વોલ પેપર ઉપર તેનો પોતાનો ફોટો રાખવા જેવી બાબતે તરકાર કરી સાસુએ કહ્યું તારે જે કરવું હોય તે કર પિતાના ઘરે જતી રહે
ઠક્કરનગરમાં પોતાના પિયરમાં હાલ રહેતી મહિલા ૨૨ વર્ષની મહિલાએ ઓઢવ પોલીસ સ્ટશનમાં પતિ સહિત સસારીના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે મહિલાના ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. લગ્નના છ મહિના સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ નાની નાની બાબતે તકરાર કરીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. તાજેતરમાં મહિલાના ફોન ઉપર પતિએ ફોન કર્યો હતો અને તે ફોેન સસરાને આપતાં ફોનના વોલ પેપર ઉપર ફરિયાદી મહિલાનો ફોટો હતો જેને લઇને તકરાર કરી હતી અને સાસુએ તારે જે કરવું હોય તે કર કહીને પિયર જતી રહેવાનુંકહીંને કાઢી મૂકી હતી. આ ઘટના અંગે ઓઢવ પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.