લવ મેં લગ ગઈ : એમએક્સ પ્લેયર્સનો ઈન્દોરી ઈશ્ક યુવા પ્રેમની રોચક વાર્તા

0
16

લવ મેં લગ ગઈ : એમએક્સ પ્લેયર્સનો ઈન્દોરી ઈશ્ક યુવા પ્રેમની રોચક વાર્તામાં ડોકિયું કરાવે છે

સમિત કક્કડ દ્વારા દિગ્દર્શિત આ એમએક્સ ઓરિજિનલ સિરીઝમાં રિત્વિક સાહોર અને વેદિકા ભંડારી મુખ્ય ભૂમિકામાં છે

બધા એપિસોડ મફતમાં જોઈ શકાશે, 10 જૂન, 2021થી શુભારંભ

મુંબઈ, 29મી મે, 2021- દરેક પ્રેમકથામાં હીરો અને હિરોઈન હોય છે, જેઓ સુખદ અંતની આશા રાખે છે. આખરે પ્રેમ બધું સારુંનરસું સાથે ત્યાં સુધી ખાટોમીઠો હોય છે જ્યાં સુધી એક નાના શહેરના પ્રેમીને જાણવા મળ્યું કે તેની પ્રેમિકાએ તેની સાથે દગો કર્યો, જે તેમની પ્રેમકથા સામે પૂર્ણવિરામ મૂકે છે. એમએક્સ ઓરિજિનલ સિરીઝ ઈન્દોરી ઈશ્ક રોચક પ્રેમના આ પ્રેમઘેલા ભાવિ પેઢીના આશિકના જીવનનો પ્રવાસ કરાવે છે. સમિત કક્કડ દ્વારા દિગ્દર્શિત આ 9 એપિસોડના ડ્રામામાં રિત્વિક સાહોર અને વેદિકા મુખ્ય પાત્રમાં છે. બધા એપિસોડ મફતમાં જોઈ શકાશે, 10મી જૂન, 2021થી આરંભ.

હટકે વળાંતમાં આ વાર્તામાં સંબંધમાં પીડિત તરીકે પુરુષ જોવા મળે છે અને આ સિરીઝ સંબંધમાં કટિબદ્ધતા અને સમર્પિત રહેવાના નિયમો સ્ત્રી- પુરુષ બંને માટે અત્યંત અલગ છે તેમાં ડોકિયું કરાવે છે. સ્કૂલના દિવસો પૂરા થયા પછી કુનાલ (રિત્વિક સાહોર) વતન ઈન્દોર છોડીને મુંબઈમાં આવી જાય છે. તે પોતાને સૌથી સુખી જીવિત પુરુષ માને છે. તે સ્કૂલના સમયની તેની વહાલી તારા (વેદિકા ભંડારી)ના પ્રેમમાં હોય છે. તેણે ટોચની નેવલ કોલેજમાં સીટ મેળવી છે અને તેના વાલીઓ તેના માટે બહુ ગૌરવ અનુભવે છે. જોકે તારા તેની સાથે દગો કરતાં તેના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે અને કુનાલને દર્દ, દગાબાજી અને ઘેલાપણાની દુનિયામાં ધકેલાઈ જાય છે.

આ વિશે બોલતાં રિત્વિક સાહોરે જણાવ્યું હતું કે જો તમે ધ્યાનથી જુઓ તો પ્રેમના નિયમો પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ હોય છે. મારું પાત્ર કુનાલ તારાની પાછળ તેનું જીવન બરબાદ કરવા માટે વખોડવામાં આવે છે. તારા તેની સાથે દગો કરે છે. જોકે દુનિયા ઊલટાનું છોકરીનું જીવન બરબાદ કરવાનો દોષ તેને આપે છે. હું માનું છું કે સંબંધોમાં બે સમાન બાજુ હોવી જોઈએ, જેનો દોષ અને જવાબદારી બંને પર એકસમાન હોવી જોઈએ. વાર્તાના હાર્દમાં આ વાર્તા નિર્દોષ યુવા પ્રેમી અને વચનભંગની છે.

આ રોચક વાર્તામાં આશય કુલકર્ણી, મીરા જોશી, તિથિ રાજ, ડોના મુનશી અને ધીર હીરા મુખ્ય ભૂમિકામાં છે.

આ 9 એપિસોડની એમએક્સ ઓરિજિનલ સિરીઝ મફતમાં જોઈ શકાશે, 10મી જૂન, 2021થી એમએક્સ પ્લેયર પર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here