કડી : પ્રેમીપંખીડાંનો આપઘાત, નરસિંહપુરા પાસે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યા

0
63

કડીઃ કડી તાલુકાના નરસિંહપુરા નજીક નર્મદા કેનાલમાં શુક્રવારે સવારે શહેરના સુજાતપુરા રોડ વિસ્તારનાં પ્રેમીપંખીડાંએ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. કડી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સાંજે લાશ બહાર કાઢી હતી. જોકે, પરિવારે કાર્યવાહી કરવા ઇન્કાર કર્યો હતો.

નરસિંહપુરા કેનાલમાં શુક્રવાર સવારે બિનવારસી જીજે 02 બીસી 9105 નંબરનું ડીસ્કવર બાઇક તેમજ નજીકમાંથી યુવક અને યુવતીનાં ચંપલ જોવા મળ્યાં હતાં. જેને લઈ રાહદારીઓએ કડી પોલીસને જાણ કરતાં પોલીસે કેનાલમાં લાશની શોધખોળ હાથ ધરી હતી. બપોરના સમયે બંને લાશ કેનાલમાં તરતી દેખાતાં બહાર કઢાઈ હતી. જેથી પોલીસે તરવૈયાઓની મદદથી મોડી સાંજે લાશ બહાર કાઢી હતી.

મૃતક પ્રેમીયુગલ

1.સાગરજી પોપટજી ઠાકોર (18)
હાલ રહે.,સુજાતપુરા રોડ, કડી
મૂળ રહે.હઠીપુરા, દેત્રોજ

2.સેજલ પ્રહલાદજી ઠાકોર (18)
હાલ રહે. સુજાતપુરા રોડ, કડી
મૂળ રહે.કાનપુરા જિ.અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here