શેરબજાર : લોઅર સર્કિટ, ટ્રેડિંગ 45 મિનિટ માટે બંધ કરાયું; બજાર શરૂ થતાં જ સેન્સેક્સ 3103 અને નિફ્ટી 966 પોઈન્ટ તૂટ્યા

0
9

બિઝનેસ ડેસ્ક: સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસે ખતરનાક સ્વરૂપ લઈ લીધું છે. આ કારણથી વૈશ્વિક શેરબજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો થયો હતો અને તેના કારણે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. નોંધનીય છે કે, શેરબજાર 2200 પોઈન્ટ અને નિફ્ટી 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. ગણતીરીની મિનિટોમાં જ સેન્સેક્સમાં 3200 અને નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બજારો 10 ટકા તૂટ્યા હોવાથી 45 મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આજે શેરબજારે 30,000ની સપાટી ગુમાવી દીધી છે અને તે 29,687ની સપાટી પર આવી ગયું છે. જ્યારે નિફ્ટી 9,000ની સપાટી ગુમાવી 8624ની સપાટીએ આવી ગયું છે. હવે હજારમાં 10.20 વાગે ટ્રેડિંગ શરૂ થશે. નોંધનીય છે કે, શેરબજારમાં 10 ટકા અથવા તેથી વધુ ઘટાડો આવે તો તેને લોઅર સર્કિટ કહેવામાં આવે છે અને તેના કારણે ટ્રેડિંગ થોડો સમય રોકી દેવામાં આવે છે.

અમેરિકન શેર માર્કેટ ડાઉ જોન્સમાં ગુરુવારે રાતે 2352 પોઈન્ટ (10 %) ઘટીને બંધ થયા હતા. સતત બીજા દિવેસે ઓપનિંગથી જ ઘટાડો જોવા મલ્યો હતો. ડાઉ જોન્સ ગુરુવારે સવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સાંજે 8 વાગે ઓપનિંગ સાથે જ 1943 પોઈન્ટ સુધી ઘટ્યો હતો.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકન બજારમાં થયેલા આ ઘટાડાની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે. એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે સેન્સેક્સમાં 2919 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તેથી શંકા હતી જ કે શુક્રવારે પણ માર્કેટમાં ઘટાડો થઈ શકે છે. ડાઉજોન્સમાં ઘટાડો જોતા લોઅર સર્કિટ બ્રેકર લાગુ કરવામાં આવ્યું હતું અને તેના કારણે ગુરુવારે ટ્રેડિંગ 15 મિનિટ સુધી રોકવું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here