Saturday, August 13, 2022
HomeLRD પેપર લીક : ગાંધીનગર પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
Array

LRD પેપર લીક : ગાંધીનગર પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

- Advertisement -

ગાંધીનગર: લોકરક્ષક દળ પેપર ફોડવાના ગુનામાં ગાંધીનગર પોલીસે ત્રીજા મહિને વધુ એક આરોપીની અટકાયત કરી છે. ધનસુરા તાલુકાના વડાગામનો મૌલિક પટેલને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે. પોલીસ તેની વધુ તપાસ હાથ ધરી છે.

દહીયા ગેંગ જવાબદાર હતી
ગાંધીનગર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે (2 જાન્યુઆરીએ) 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસને દહીયા ગેંગના ત્રણેય સભ્યોને પકડવામાં એક મહિના બાદ સફળતા મળી હતી.  ત્રણેય આરોપીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં હરિયાણા પોલીસ સેવાનું પેપર લેવા ગયાને ભુલથી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું.
અમદાવાદની હોટલમાં રૂમમાં કાવતરું ઘડાયું
પેપરલીક કૌભાંડનું કાવતરું અમદાવાદની વાઈસ પ્રેસિડન્ટ હોટલમાં ઘડાયું હતું. અહીં ગુજરાત અને દિલ્હીની ગેંગ વચ્ચે 28 ડિસેમ્બરે મિટિંગ મળી હતી. હોટલનો રૂમ નિલેશ ચૌહાણના નામે બુક કરવામાં આવ્યો હતો.
4 વખત મુખ્ય સૂત્રધારનાં નામ બદલ્યાં
મંગળવારે (4 ડિસેમ્બર) પોલીસે યશપાલસિંહ સોલંકીને મુખ્ય સૂત્રધાર બતાવ્યો
ગુરુવારે કહ્યું (6 ડિસેમ્બર), સમગ્ર કૌભાંડની કિંગ પીન નિલેશ ચૌહાણ છે
શુક્રવારે (7 ડિસેમ્બર) ગુલાંટ મારી ઈન્દ્રવદન પરમારને મુખ્ય આરોપી બતાવ્યો
સોમવારે (17 ડિસેમ્બર) અશ્વિન, સુરેશ પંડ્યાને મુખ્ય કાવતરાખોર ગણ્યા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular