મહિલાઓને ડ્રાઈવિંગનો હક અપાવનાર લુજૈનને સાઉદી અરબથી જોખમની શક્યત, પાંચ વર્ષ આઠ મહિનાની સજા

0
18

સાઉદી અરબની એક કોર્ટે સોશિયલ એક્ટિવિસ્ટ લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન બે વર્ષથી જેલમાં છે. તેના પર આરોપ છે કે તે દેશની પોલિટિકલ સિસ્ટમ બદલવા માંગે છે. તેને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ પણ ગણાવવામાં આવી છે. લુજૈને દેશમાં મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર અપાવવા માટે કેમ્પેઈન ચલાવ્યું હતું. ત્યારપછી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેને ઉદારવાદી માંગ ગણાવી અને મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપ્યો હતો.

માર્ચ સુધીમાં છૂટી જશે લુજૈન

સોમવારે લુજૈનને સજા સંભળાવતી વખતે કોર્ટે તેને એક રાહત પણ આપી છે. તે 15 મે 2018થી જેલમાં છે. લુજૈને જેટલો સમય જેલમાં વિતાવ્યો છે તેને પ્રિઝન પિરિયડ એટલે કે સજા જ ગણવામાં આવે છે. કુલ 5 વર્ષ અને 8 મહિનાની સજામાંથી આ સમય બાદ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે લુજૈન માર્ચના અંત સુધીમાં છૂટી જશે. કારણકે તેની બે વર્ષ અને 10 મહિનાની સજાને સસ્પેન્ડ પણ રાખવામાં આવી છે. તે કારણથી જ તે માર્ચના અંત સુધીમાં છૂટી જશે. જોકે તેને છોડવાની સાથે બે શરતો પણ રાખવામાં આવી છે. પહેલી- તે પાંચ વર્ષ સુધી કોઈ અન્ય દેશની યાત્રા નહીં કરે. બીજી- કોઈ પ્રકારના વિરોધ પ્રદર્શન અથવા કેમ્પેઈનમાં સામેલ નહીં થાય.

બહેને કહ્યું- તે આતંકી નથી

સોમવારે સજાની જાહેરાત થયા પછી લુજૈનની બહેન લીનાએ કહ્યું કે, મારી બહેન એક્ટિવિસ્ટ છે, ટેરરિસ્ટ નહીં. તેને સજા આપવી ખોટી વાત છે. અમે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરીશું. તેણે તો તે અધિકારો સામે અવાજ ઉઠાવ્યો છે જેને આપણાં પ્રિન્સ પોતે આપી રહ્યા છે. લુજૈનની 2014માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સાઉદીમાં મહિલાઓને ડ્રાઈવિંગના રાઈટ્સ નહતા. ત્યારે તે 74 દિવસ પોલીસ કસ્ટડીમાં રહી હતી. અમેરિકા અને યુએનના દબાણ પછી તેને છોડવામાં આવી હતી.

અમેરિકાની નજર…

અમેરિકામાં જો બાઈડન 20 જાન્યુઆરીએ સત્તા સંભાળવાના છે. માનવધિકારોને લઈને બાઈડને હંમેશા સખત વલણ અપનાવ્યું છે. અમેરિકન વિદેશી વિભાગે કહ્યું છે કે, લુજૈનને સજા આપવામાં આવી હોવાથી અમે ખરેખર ચિંતિત છીએ. અમને આશા છે કે, તેમને ઝડપથી છોડવામાં આવશે. અમેરિકાના આગામી NSA જૈક સુલિવાને કહ્યું છે કે, અમે રિયાદ સામે આ મુદ્દો ઉઠાવીશું.

લુજૈન પર આરોપ છે કે તે દેશની પોલિટિકલ સિસ્ટમ બદલવા માંગે છે. તેને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ પણ ગણાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here