ઘરે પણ કરી શકો છો લગ્ઝરી ચૉકલેટ પેડીક્યોર

0
4

ચહેરા અને હાથની સાથે પગની સુંદરતાને પણ મેઇન્ટેન રાખવા જરૂરી હોય છે. એવામાં સુંદર પગ મેળવવા માટે આપણે દર મહીને પાર્લરના ચક્કર લગાવતા હોઇએ છીએ અને તેના પર પૈસા ખર્ચ કરીએ છીએ. પેડીક્યોરની મદદથી આપણે ફાટેલી એડીઓથી છૂટકારો તો મેળવીએ છીએ, તેનાથી પગની ત્વચા પણ ગ્લો કરવા લાગે છે પરંતુ ઘણીવાર આપણે કોઇ પાર્ટી અથવા ફંક્શનમાં જતાં પહેલા આટલો સમય મળતો નથી કે આપણે પાર્લર જઇ શકીએ. એવામાં આપણે ઘરે જ પોતાના પગને સુંદર બનાવી શકીએ છીએ.. આટલું જ નહીં, તમે ઘરે લગ્ઝરી ચોકલેટ પેડીક્યોર પણ કરી શકો છો. ઘરે પેડિક્યોર કરવાથી તમારો સમય પણ બચશે અને પૈસા પણ ઓછા ખર્ચ થશે. જાણો, ઘરે ચૉકલેટ પેડીક્યોર કેવી રીતે કરી શકાય છે.

કઇ વસ્તુઓની જરૂર પડશે?

– સાડા ચાર કપ પીઘળેલી ચૉકલેટ,

– 1 ચમચી ખાંડ,

– એક કપ દૂધ,

– 2 ચમચી મધ,

– 1 ટબ ગરમ પાણી,

– ફુટ સ્ક્રબ,

– નેઇલ ફાઇલર, નેઇલ સ્ક્રબર,

– નેઇલ કટર, નેઇલ પેઇન્ટ, નેઇલ પેઇન્ટ રિમૂવર,

– મોઇશ્ચરાઇઝર

આ રીતે કરો ચોકલેટ પેડીક્યોર?

– સૌથી પહેલા નખ પર લગાવેલ જૂનું નેઇલ પેઇન્ટ દૂર કરી લો અને નખને શેપ આપી દો.

– હવે એક ટબમાં હુંફાળું પાણી ભરો અને તેમાં મીઠું નાંખીને તેમાં 10-15 મિનિટ સુધી પગ ડુબાળીને બેસો.

– એક વાટકીમાં ચૉકલેટને દૂધમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.

– પાણીમાંથી પગ કાઢ્યા બાદ તેને લૂછી લો અને ચૉકલેટ પેસ્ટને પગ પર લગાઓ.

– આ પેસ્ટને 20 મિનિટ સુધી પગ પર લગાવીને બેસો. ત્યારબાદ પગને સરખી રીતે ધોઇને સાફ કરી લો.

– હવે ચોકલેટ પાઉડર, ખાંડ, મધ અને દૂધને મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો અને 5-10 મિનિટ સુધી પગ પર સ્ક્રબિંગ કરો. આમ કરવાથી પગની ડેડ સ્કિન સરળતાથી નિકળી જશે.

– સ્ક્રબિંગ બાદ પગને ઠંડાં પાણીથી ક્લીન કરો.

– હવે પગ પર મોઇશ્ચરાઇઝર અપ્લાઇ કરો અને મસાજ કરો.

– ત્યારબાદ પગ પર કોઇ મનપસંદ નેલપૉલિશ લગાવી લો.

શું છે ચૉકલેટ પેડીક્યોરના ફાયદા?

ચૉકલેટમાં એન્ટી-ઑક્સીડેન્ટ પ્રોપર્ટીઝ હોય છે જે સ્કિનમાં કૉલિજન પ્રોડક્શનને વધારે છે. આટલું જ નહીં, તેનાથી સ્કિન પણ મુલાયમ બને છે. પેડીક્યોરમાં ચોકલેટના ઉપયોગથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. તેનાથી પગની સ્કિન નૉરિશ્ડ, સુંદર અને મુલાયમ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here