Home જીવનશૈલી જમીન પર સૂઇ જવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જાણો...

જમીન પર સૂઇ જવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જાણો કેવી રીતે?

0
11

દિવસભર કામના બોજથી થાકીને દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમને સારી ઊંઘ આવે. સારી ઊંઘ લેવા માટે પોતાની પથારી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતાં. ગાદીવાળી પથારી ભલે સારી અને આરામદાયક ઊંઘ આપી શકે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જમીન પર સૂઇ જવું આદર્શ માનવામાં આવે છે. ડૉક્ટરનું કહેવું છે કે રાત્રે જલ્દી સૂઇ જવા અને સારી ઊંઘ લેવા માટે સામાન્ય રીતે બેડ આરામદાયક હોવું જોઇએ જેનાથી રાત્રે સૂઇ જવામાં કોઇ પણ પ્રકારની તકલીફનો અનુભવ ન થાય. મોટાભાગના લોકો વિચારતા હશે કે સોફ્ટ પથારી કે પાતળી ગાદીવાળી પથારી એમાંથી શું શરીર માટે લાભદાયી છે. પરંતુ પથારીના કેસમાં વધારે વિચારવાની જરૂરત નથી હોતી, કારણ કે પથારી પર સૂઇ જવાની જગ્યાએ જમીન પર સૂઇ જવાનું શરૂ કરી શકીએ છીએ. જમીન પર સૂઇ જવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે.

જમીન પર સૂઇ જવા માટે પહેલા યોગ્ય માહિતી હોવી જરૂરી છે ખાસકરીને ત્યારે જ્યારે આ આદત માટે તમે નવા હોવ. યોગ્ય રહેશે કે જમીન પર એક પાતળી શેતરંજી પાથરીને સૂઇ જાઓ. પાતળું ગાદલું અથવા યોગ મેટ જેવું કંઇક હોય તો તેની ઉપર સૂઇ શકાય છે. જમીન પર સૂઇ રહ્યાં છો તો ધ્યાન રહે કે હંમેશા પોતાની પીઠ પર જ સૂઇ જાઓ. તકિયા વગર જમીન પર સૂતા પહેલા શરૂઆતમાં એક તકિયાનો ઉપયોગ કરી શકો છો. એકવાર આદત પડી જાય તો તકિયુ હટાવી પણ શકો છો. જ્યારે પણ સૂઇ જાઓ તકિયા વગર સૂઇ જાઓ. તેનાથી શ્વાસ લેવામાં થતી પરેશાની ઓછી થઇ શકે છે. જમીન પર સૂઇ જવાથી શરીર અને હાડકાંનું અલાઇનમેન્ટ સરખુ રહે છે. નરમ ગાદીવાળી પથારીમાં મોટાભાગે શરીરના કેટલાક ખાસ અંગ પર વજન પડવા લાગે છે, તેનાથી જ્યારે અંગ દબાય છે ત્યારે દુખાવો વધવા લાગે છે. લાંબા સમય સુધી આમ થવાથી મોટાભાગે શરીરના પૉશ્ચરમાં ફેરફાર જોવા મળી શકે છે. જમીન પર સૂઇ જવાથી આ મુશ્કેલી ઓછી થઇ જાય છે.

જમીન પર સૂઇ જવાના ફાયદાઓમાં સૌથી પહેલાં આવે છે આ કરોડરજ્જૂને સ્વસ્થ રાખે છે. કરોડરજ્જૂનું હાડકું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે અને તેનો સંપર્ક સીધો મસ્તિષ્ક સાથે હોય છે. જમીન પર સૂઇ જવાથી કરોડરજ્જુ અકડાઇ જવાની શક્યતા ઓછી થઇ જાય છે. જમીન પર સૂઇ જવાની આદતથી ખભા અને હિપ્સની માંસપેશિઓને નુકશાન થવાથી બચાવી શકાય છે. માંસપેશિઓમાં તકલીફ થવાને કારણે પીઠનો દુખાવો, ખભા, ડોક, માથુ વગરેમાં દુખાવો વધી શકે છે. પીઠમાં દુખાવો હોય તો જમીન પર સૂઇ જવું ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં આ પીઠનો દુખાવો અસરકારક સારવાર છે.

જમીન પર સૂઇ જવાથી શરીરનું તાપમાન ઓછુ રહે છે. જ્યારે ગાદલા પર સૂતા જ શરીરની ગરમી ઘણી વધી જાય છે અને તેનાથી શરીરનું તાપમાન વધી જાય છે. જમીન પર સૂઇ જવાથી આ સમસ્યા દૂર થઇ જશે. જમીન પર સૂઇ જવાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધી જાય છે અને તેનાથી માંસપેશીઓને પણ આરામ મળે છે. તેનાથી મસ્તિષ્ક પણ શાંત રહે છે. તણાવ પણ ઓછું થાય છે. ધ્યાન રાખો કે શરૂઆતમાં ભલે જમીન પર સૂઇ જવું મુશ્કેલ લાગે પરંતુ ધીમે-ધીમે તેની આદત પડી જશે. જો કોઇને કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી છે તો તેમના માટે જમીન પર સૂઇ જવું યોગ્ય નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App