PM મોદી આજે 15,000 જગ્યાઓથી બીજેપીના 1 કરોડ બૂથ વર્કર્સને આપશે જીતનો મંત્ર

0
26

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મિશન 2019 માટે પીએમ સમગ્ર દેશમાં 15 હજાર જગ્યાએ એકત્ર થયેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. એક કરોડ બીજેપી કાર્યકર્તાઓ નમો એપના માધ્યમથી વડાપ્રધાન મોદી સાથે જોડાશે. બીજેપી આને દુનિયાની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ ગણાવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બીજેપીના બૂથ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી 2019માટે જીતનો મંત્ર આપશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ બીજેપી દિલ્હી પ્રદેશ કાર્યાલયથી આ કાર્યક્રમમાં સામેલ થશે. બીજેપી શાસિત રાજ્યોના દરેક મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં સામેલ થશે.

બીજેપી આ સંવાદ દરેક 14,000 જિલ્લા, 896 જિલ્લા અને મહાનગરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વિસ્તારમાં શક્તિ કેન્દ્ર તેમના મંડળ કાર્યાલયથી 20 કિમીથી વધારે દૂર છે ત્યાં આ કાર્યક્રમ શક્તિ કેન્દ્ર પર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી મેરા બૂથ સબસે મજબૂત વીડિયો કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ બીજેપીના ફેસબુક પેજ, ટ્વિટર હેન્ડલ, યૂ-ટ્યુબ ચેનલની સાથે સાથે એપ પ્લેટફર્મના માધ્યમથી કરવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે, મોદીનું સંબોધન વિવિધ ડિજિટલ પ્લેટફર્મના માધ્યમથી અંદાજે 10 કરોડ લોકો સુધી પહોંચશે.

અરવિંદ કેજરીવાલે રિ-ટ્વિટ કરીને કહ્યું- ભારતીય પાયલટને પરત લાવવામાં મહેનત કરો

અરવિંદ કેજરીવાલે બીજેપીની તે ટ્વિટને રિ-ટ્વિટ કરી છે જેમાં આ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, હું પીએમને આગ્રહ કરુ છું કે, આ કાર્યક્રમ સ્થગિત કરે. આ સમયે એક રાષ્ટ્ર તરીકે ભારતીય વાયુસેનાના પાયલટ ને સુરક્ષીત રીતે પરત લાવવામાં સમય અને શક્તિ ખર્ચ કરવાની અને પાકિસ્તાન મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here