જાપાનના ઓસાકામાં ચાલી રહેલી જી-20 સમિટની બેઠક પહેલાં ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય વાર્તા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદી, અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને જાપાનના પીએમ શિન્જો આબે વચ્ચે મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઈન્ડિયાનો મતબલ થાય છે ‘JAI’. તેઓએ કહ્યું કે, ભારત, જાપાન અને અમેરિકાની દોસ્તીએ દુશ્મનોના હોશ ઉડાવી દીધા છે. આ ત્રણેય દેશ લોકતંત્ર પ્રત્યે સમર્પિત છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે જય ત્રિપત્રીય બેઠક ફળદાયી રહી. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ અંગે ચર્ચા કરી હતી. હું આભારી છું કે, વડા પ્રધાન શિન્જો આબે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિચાર શેર કર્યા.
પીએમ મોદીએ અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબેની સાથે ત્રિપક્ષીય બેઠક કરીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પહોંચ અને વિકાસને લઈ ચર્ચા કરી હતી. ઓસાકામાં સંમેલન શરૂ થયા પહેલાં ત્રણેય નેતાઓ વચ્ચે આ વાતચીત થઈ હતી. જય એટલે જાપાન, અમેરિકા અને ભારત વચ્ચે આ બીજી બેઠક છે.