Wednesday, November 29, 2023
Homeવાયુસેના અને સ્થાનિક ઉદ્યોગોએ આયાત કરાતાં યંત્રો અને શસ્ત્રો નજીવી કિંમતે બનાવીને...
Array

વાયુસેના અને સ્થાનિક ઉદ્યોગોએ આયાત કરાતાં યંત્રો અને શસ્ત્રો નજીવી કિંમતે બનાવીને બતાવ્યાં

- Advertisement -

શહેરના એરફોર્સ સ્ટેશન ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ- સ્વાકનાં મુખ્યાલય દ્વારા મેક ઇન ઇન્ડીયા તરફ આગેકુચ કરવા માટે નવાચાર અને સ્વદેશીકરણ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એર માર્શલ એચ એસ એરોરા, એવીએસએમ, એડીસી, એર ઓફીસર કમાન્ડિંગ ઈન ચીફ સ્વાક તેમજ એર માર્શલ રવિન્દર કુમાર ધીર, પીવીએસએમ, એવીએસએમ, વીએમ ઉપસ્થીત રહ્યા હતા.

આ સેમિનારનો ઉદેશ્ય ભારતીય વાયુદળનાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાનો, સ્વનિર્ભરતામાં સરકારી ખાનગી ભાગીદારીને મજબુત કરવાનો અને મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવાનો હતો. તદુપરાંત રાજ્યના ઉદ્યોગકારોને ભારતીય વાયુદળને જરૂરી યંત્રો અને ઉપકરણો, જે હાલમાં વિદેશથી હૂંડિયામણ ખર્ચીને આયાત કરવામાં આવે છે, આવી સાધન-સામગ્રીના સ્વદેશમાં ઉત્પાદનની તકોની જાણકારી આપવાની સાથે ભારતીય વાયુ સેનાને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતીય વાયુદળનાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એક્મ દ્વારા ધરવામાં આવેલા નાના મોટા 35 ઇનોવેશન પ્રદર્શીત કરવામાં આવ્યાં હતા. આ ઇનોવેશન ખાનગી કંપનીઓને ભારતીય વાયુદળની જરૂરિયાતો દર્શાવવા માટે પ્રદર્શીત કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સરકારમાંથી 25 સહભાગીઓએ ડીફેન્સ અને એરોસ્પેસમાં તેમના ઉત્પાદનો અને ક્ષમતાઓનું પ્રદર્શન પણ કર્યું હતું. ભારતીય ખાનગી ઉદ્યોગ દ્વારા પણ વિકસાવવામાં આવેલી અનેક ચીજવસ્તુઓને પણ પ્રદર્શીત કરવામાં આવી હતી જેમાં વડોદરા, અમદાવાદ, આણંદ, જામનગર, ભાવનગર, મુંબઇ, જોધપુર અને થાન્જુવર જેવા શહેરોથી ખાનગી ઉદ્યોગોએ તેમના ઉત્પાદનો પ્રદર્શીત કર્યાં હતા.

Swadeshi Airforce

ઇજનેરોએ આયાત ન કરવાં પડે તે રીતે સંરક્ષણ સાધનો બનાવ્યા

એર માર્શલ એચ.એસ.એરોરાએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ યંત્રો-ઉપકરણો માટે આયાત અને વિદેશ પરની નિર્ભરતા ઘટાડીને આત્મ નિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. સ્વદેશી ઔદ્યોગિક એકમોની સહભાગીદારીથી દેશમાં જ વાયુસેનાએ યંત્રો-ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. વિદેશો પાસેથી પ્રોક્યોર્મેંટ ખર્ચાળ છે. સંરક્ષણ સાધન-સામગ્રી અને શસ્ત્ર ઉત્પાદન જટિલ છે. પરંતુ ભારતના ઉદ્યોગોમાં ક્ષમતાઓ છે. વાયુ સેનાએ સ્વદેશીકરણની પ્રક્રિયાને ઉદ્યોગો માટે સરળ-સુગમ બનાવવા સરકારને ભલામણ કરી છે, તેના અમલથી સરળતા વધી છે. વાયુસેનાના ઇજનેરો અને ટેક્નિશીયન્સે વૈકલ્પિક યંત્રો-ઉપકરણો બનાવ્યા છે જે આયાત ખર્ચની સરખામણીએ સસ્તા અને ગુણવત્તાસભર છે.

ઇઝરાયેલ સહિત અન્ય દેશો પાસેથી આયાત કરાતાં સાધનો દેશમાં જ બનાવી ડિસ્પ્લે કર્યા

એરફોર્સમાં 30 હજારનું હેલ્મેટ 1 હજારમાં બન્યું

વાયુસેનામાં ઇઝરાયેલથી પ્રતિ હેલ્મેટ 30,000રૂ. ના ખર્ચે હેલ્મેટ આયત કરાતા હતાં. જે વજનમાં ભારે હતાં. તેથી ભારતીય વાયુદળે સ્વદેશી રીતે આ હેલ્મેટ 1000રૂ.ના ખર્ચે ઓછા વજનમાં તૈયાર કર્યો છે. જે જવાનના આખા માથાનું બુલેટથી રક્ષણ કરે છે અને નાઇટ ક્લિઅર વિઝન પણ આપે છે.

આ સિસ્ટમ 1.46 કરોડમાં ખરીદાતી, 5 લાખમાં અહીં જ બનાવી

ઇજનેરી શિક્ષણમાં સેના ઉપયોગી કૌશલ્યો ઉમેરાવાની શક્યતા છે

ગુજરાત સરકારના એરોસ્પેસ એન્ડ ડિફેન્સ એડવાઈઝર એરમાર્શલ (નિવૃત) શ્રી આર.કે.ધીરે જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોને વાયુસેનાને જરૂરી સાધનસામગ્રીના ઉત્પાદનમાં જોડવા સહિતની બાબતો માટે રાજ્યના મુખ્યમંત્રીએ કમિટી કાર્યરત કરી છે. ઉદ્યોગોની વ્યાપક ક્ષમતાઓને વાયુ સેના માટે જરૂરી યંત્રો અને ઉપકરણોની આપૂર્તિ સાથે સાંકળવા સુઆયોજિત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ધોલેરામાં એન્સીલરી હબ બનાવવાની, તમામ સંકલિત સુવિધાઓ સંલગ્ન ફાયરિંગ રેંજ બનાવવાની, ગુજરાતની ઇજનેરી શિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમોમાં સેનાને જરૂરી કૌશલ્યો ઉમેરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. ગુજરાત સરકારની વેબસાઇટમાં આ બાબતને લગતુ ખાસ પોર્ટલ જોડવામાં આવ્યું છે.

એરક્રાફ્ટમાં પહેરવા કેમિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર તત્ત્વોથી રક્ષણ આપતો સુટ બન્યો

આ સુટ એરક્રાફ્ટ ચલાવતા વાયુદળના સૈનિકો માટે વડોદરાની સ્યોર એન્ડ સેફ્ટી કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જે 7 સ્તરનો બન્યો છે. જેમાં કેમિકલ, બોયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર તત્ત્વોથી પણ સૈનીકને રક્ષણ પ્રાપ્ત થઇ શકે છે. આ સુટ નોન વુવન ફેબ્રિકની મદદથી આ કંપની દ્વારા વાયુદળ માટે તૈયાર કરી ઇનોવેશન દર્શાવવામાં આવ્યું હતું.

આ સિસ્ટમ દ્વારા મીશનને લાગતા અનેક ડેટાનું અપલોડીંગ અને ડાઉનલોડીંગ કરવામાં આવે છે. વાયુદળ દ્વારા આ સિસ્ટમના અલગ અલગ ભાગ વિદેશથી આયાત કરવામાં આવતા હતા જેનો ખર્ચ 1 કરોડ 46 લાખ હતો. જ્યારે સ્વદેશીકરણથી બનાવવામાં આવેલ આ સિસ્ટમના અલગ અગલ ભાગને ભેગા કરીને સંપુર્ણ એક સિસ્ટમ ફક્ત 5 લાખના ખર્ચે વાયુદળના સૈનીકોએ તૈયાર કરી છે.

18 કિ.મી સુધી આવતા વ્યક્તિ-વસ્તુને આ યંત્ર ઓળખી કાઢે છે

આ પ્રકારની સિસ્ટમ ઈઝરાયલથી 12,34,863ના ખર્ચે આયાત કરાતી હતી. જ્યારે આ સિસ્ટમ અમદાવાદની ઓપ્ટીમાઈઝડ ઇલેક્ટ્રોટેક કંપનીએ અડધી કિંમતે બનાવી છે. જેમાં 18 કીમીના અંતરથી કોઈપણ વ્યક્તિ કે વસ્તું આવે તો તેની જાણ થાય છે. 4 કીમીના અંતરથી તેની સચોટ માહિતી મળે છે અને 0.5 કીમીના અંતરથી તે વ્યક્તિ ઓળખાય છે.

બુલેટ પ્રુફ સશસ્ત્ર વાહન દેશમાં આયાત કરતાં અડધી કિંમતે બન્યું

ઝેબુ મેક ઇન ઇન્ડીયા હેઠળનું બુલેટ પ્રુફ સશસ્ત્ર વાહન છે. જે લશ્કરી મિશનો, પેટ્રોલિંગ, સરહદ અને ભૂપ્રદેશ નિયંત્રણ, આતંકવાદ સામે લડત તેમજ સેનાના જવાનોના પરીવહન માટે ઉપયોગી છે. ઝેબુની મદદથી હુમલો તેમજ સંરક્ષણ થાય છે. વિદેશની કંપનીના ભાવથી આ 194 હોર્સપાવરનું વાહન સ્વદેશી રીતે 50 ટકા કીંંમતે બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular