ફીફા : મેસીએ છઠ્ઠી વાર બેસ્ટ મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો,

0
0

મિલાનઃ અર્જેન્ટીના અને બાર્સિલોના કલબના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીને ફીફા મેન્સ બેસ્ટ પ્લેયર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. તેમણે યુવેંટ્સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિવરપુરના વર્જિલ વોન જિકને પાછળ કરીને આ એવોર્ડ તેના નામે કર્યો છે. આ છઠ્ઠી વખત છે કે જ્યારે મેસીએ આ એવોર્ડ જીત્યો છે. અગાઉ 2009, 2010, 2011, 2012 અને 2015માં પણ તે બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીતી ચૂક્ય છે. અમેરિકન મેગન રેપિનોને સર્વશ્રેષ્ઠ ફુટબોલરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

મેસીએ 2018-19માં 58 મેચ રમી, 54 ગોલ કર્યા

મેસી માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું. તેમણે બાર્સિલોનાને ‘લા લિગા’એવોર્ડ જીતાડ્યો. જ્યારે ચેમ્પિયન્સ લીગમાં પણ ટીમ સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. 2018-19ની સિઝનમાં મેસી દેશ અને ક્લબ માટે કુલ 58 ગેમ્સ રમ્યા. આ દરમિયાન તેમણે 54 ગોલ કર્યા, જયારે રોનાલ્ડોએ આ દરમિયાન 47 મેચ રમી અને 31 ગોલ કર્યા.

ફ્લોપે ગોર્ડિયોલા અને પોચેટિનોને પાછળ કરીને જીત્યો બેસ્ટ મેન્સ કોચ એવોર્ડ

લિવરપૂલના મેનેજર જર્ગેન ક્લોપને આ વર્ષે મેન્સ કોચ એવોર્ડ આપવામાં આવ્યો. લિવરપૂલે આ વર્ષે તેમના કોચિંગમાં ટોટેનહેમને હરાવીને ચેમ્પિયન્સ લીગનો એવોર્ડ જીત્યો. તેની સાથે જ મેન્ચેસ્ટર સિટીના મેનેજર પેપર ગાર્ડિયોલા અને ટોટેનહેમના મોરિસિયો પોચેટિનો પણ એવોર્ડ માટે નામાંકિત હતા. જોકે ટીમના સારા પ્રદર્શનના આધાર પર ક્લોપને બેસ્ટ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એવોર્ડ લીધા બાદ ક્લોપે કહ્યું કે 20, 10 કે 5 વર્ષ પહેલા પણ કોઈને આશા નહિ હોય કે હું આ એવોર્ડ લેવા માટે ઉભો થઈશ. હું મારા ક્લબનો આભાર માનું છું.

લિવરપૂલના અલિસનને બેસ્ટ ગોલકીપર એવોર્ડ

લિવરપૂલના ગોલકીપર અલિસનને ફીફા બેસ્ટ ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ મળ્યો. તેની સાથે જ મેન્ચેસ્ટર સિટીના એડરસન અને બાર્સિલોનાના માર્ક આંદ્રે ટર સ્ટેગેન પણ એવોર્ડ માટે નામાંકિત હતા. એલિસનની ચેમ્પિયન્સ લીગ અને બ્રાઝિલના કોપા અમેરિકા કપ જીતવામાં મહત્વની ભૂમિકા રહી હતી. બીજી તરફ લીડર્સના મેનેજર માર્સેલો બિએસ્લાને ફેર પ્લે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફીફા મેન્સ ટીમ ઓફ ધ યરમાં મેસી-ડોનાલ્ડને સ્થાન મળ્યું

ફીફા ફીફપ્રો મેન્સ ટીમ ઓફ ધ યરમાં બાર્સિલોનાના મેસી, યુવેંટ્સના રોનાલ્ડો અને પીએસજીના કિલિયન અમબાપ્પેને ફોરવર્ડ ખેલાડીઓ તરીકે સ્થાન આપવામાં આવ્યું. આ સિવાય અલિસનને ટીમના ગોલકીપર બનાવવામાં આવ્યા. સૌથી વધુ ચાર ખેલાડીઓ રિયાલ મેડ્રિડ ક્લબમાંથી રાખવામાં આવ્યા. 2018ના બેલન ડી અને એવોર્ડ જીતનાર રિયાલ મોડ્રિડના લુકા મોડ્રિક અને એડન હઝાર્ડેને મિડફીલ્ડર તરીકે ટીમમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here