Monday, October 18, 2021
Home100 મીટર જમીનના એક ટુકડાના 500 માલિકો બનાવી દેવાયા
Array

100 મીટર જમીનના એક ટુકડાના 500 માલિકો બનાવી દેવાયા

યુપીના દાદરીથી શરુ થનારા રેલવેના દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર માટે જમીન સંપાદન કરવામાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ મામલામાં એસડીએમ કક્ષાના અધિકારીની સંડોવણીની પણ તપાસ થઈ રહી છે.

એસડીએમને 24 માર્ચ સુધી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. આ મામલામાં 100 મીટર જમીનના એક ટુકડાના 500 માલિકો બનાવી દેવાયા હતા. મળતી વિગતો પ્રમાણે કોરિડોરના રસ્તામાં આવતા કેટલાક ગામની 15 એકર જમીનનુ સંપાદન કરવામાં આવ્યુ તહુ અને આ માટે પણ જમીનના ઘણા માલિકો બનાવાયા હતા.

100 મીટર જમીનના એક ટુકડા માટે તો 500 લોકોને માલિક બનાવી દેવાયા હતા અને તેમને અપાનારા વળતરનો આંકડો 22 કરોડ રુપિયા પર પહોંચી જતા રેલવેના અધિકારીઓને દાળમાં કાળુ હોવાની શંકા ગઈ હતી. એ પછી તપાસ શરુ કરવામાં આવી ત્યારે એક પછી એક સ્ફોટક વિગતો સામે આવી ગઈ હતી. આ જમીનના 500 માલિકોમાં એસડીએમના સ્ટાફના કર્મચારીઓ અને પટાવાળા સુધ્ધાના નામ સામેલ કરી દેવાયા હતા. આ મામલામાં સંડોવાયેલા મનાતા એસડીએમ કંવર સિંહને 24 માર્ચ સુધી રજા પર ઉતારી દેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments