સુરત : શિક્ષકનો નવતર પ્રયોગ : નવી શિક્ષણનીતિની સમજણ માટે બે મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી, ‘PM મોદી’ સમજણ આપે છે

0
5

શહેરની શાળાના શિક્ષકે નવી શિક્ષણનીતિની સમજણ માટે બે મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે. વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, સામાન્ય નાગરિકો નવી શિક્ષણનીતિની સામાન્ય જાણકારી મેળવી શકે એ હેતુથી સુરતના શિક્ષકે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને નવી શિક્ષણનીતિની સમજણ આપતા હોવાની ઝલક દેખાઇ રહી છે.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકનો નવતર પ્રયોગ

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 અંતર્ગત કોમ્યુનિકેશન મટિરિયલ તૈયાર કરવાની સ્પર્ધા યોજી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-114ના મુખ્ય શિક્ષક નરેશકુમાર મહેતાએ કાર્ટુન એનિમેશન દ્વારા સામાન્ય સમજ આપતી બે મિનિટની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં વર્ગખંડમાં શિક્ષક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને શિક્ષણનીતિની સમજ આપતા દેખાડવામાં આવ્યા છે.

બે મિનિટની એનિમેશન ફિલ્મમાં પાયાની માહિતી રજૂ કરવામાં આવી

નરેશકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2020-21થી નવી શિક્ષણનીતિ અમલમાં આવશે. ત્યારે વાલી અને સમાજના સામાન્ય લોકો પણ નવી શિક્ષણનીતિ સરળતાથી સમજી શકે એ રીતે આ ફિલ્મ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પણ 6 વર્ષની ઉંમરે ધો-1માં પ્રવેશ, ધો-10 બોર્ડની બાદબાકી જેવા અનેક પ્રશ્નો, મૂંઝવણોને કેન્દ્રમાં રાખીને એનિમેશન ફિલ્મ બનાવવામાં આવી છે. બે મિનિટની એનિમેશન ફિલ્મમાં પાયાની માહિતી રજૂ કરવામાં આવી છે.

શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની ભાવના સાથે નવી શિક્ષણનીતિ-2020ની જાહેરાત

દેશભરમાં શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની ભાવના સાથે નવી શિક્ષણનીતિ-2020ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણનીતિમાં પાયાના શિક્ષણથી માંડીને ઉચ્ચ અભ્યાસક્રમો સુધીના વિવિધ પાસાઓને આવરી લઇને નવીનતમ જોગવાઇ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here