Thursday, October 21, 2021
Homeરાજકોટ : 9 ધોરણ પાસ ખેડૂતે પોતાની કોઠાસુઝથી વેસ્ટમાંથી બેસ્ટ અનોખુ અલ્ટ્રા...
Array

રાજકોટ : 9 ધોરણ પાસ ખેડૂતે પોતાની કોઠાસુઝથી વેસ્ટમાંથી બેસ્ટ અનોખુ અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવ્યું

ઉચ્ચ અભ્યાસ કરતા લોકો જ એન્જીનીયર બની શકે તે જરૂરી નથી. પણ પોતાની કોઠાસુઝથી પણ વગર અભ્યાસે એન્જીનીયર બની શકાય. આવા જ એક ખેડૂત છે રાજકોટ જિલ્લાના મોવૈયા ગામના. હંમેશા ચર્ચામાં રહેતા અને ધોરણ- 9 પાસ ખેડૂતે લોકડાઉનના નવરાશના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ એક અનોખુ મીની ટ્રેક્ટરથી પણ નાનું અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન મોવૈયાના ખેડૂત ભીમજીભાઈ મુંગરાએ 1 મહિનાની મહા મહેનતથી આ અલ્ટ્રા મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે.

ટ્રેક્ટરમાં ગીયર બોક્સથી લઈને એન્જીન સુધી ફેરફાર કર્યાં

રાજકોટના પડધરી તાલુકાના મોવૈયા ગામના ભીમજીભાઈ મુંગરા નામના આ ખેડૂતે પોતાના બાઈકનું એન્જીન અનોખી ટેકનોલોજીની મદદથી અને પોતાની કોઠાસુઝથી એક અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરમાં અનેક નવા ફેરફાર કર્યા છે. જેમાં ગીયર બોક્સથી માંડીને એન્જીન પણ જનરેટરનું ફીટ કર્યું છે. આ એન્જીન પહેલા પલસર બાઈકમાં ફીટ કરીને બાઈક બનાવ્યું હતું. જેમાં 120ની એવરેજ વાળુ ડીઝલ બાઈક બનાવીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ત્યારે હવે બાઈકના આ ડીઝલ એન્જીનને પાણી ઉપાડવા માટેના પંપમાં ફીટ કરીને ખેતીમાં પિયતની સીઝનમાં તેનો ઉપયોગ કરે છે.

અલ્ટ્રા મીની ટ્રેક્ટરની શું વિશેષતા છે?

આ ટ્રેક્ટરને રીક્ષાની જેમ દોરડા વડે સ્ટાર્ટ કરવામાં આવે છે
1 લીટર ડીઝલમાં 10 વીઘાથી વધારે જમીન ખેડી શકાય
ગેરમાં ફેરાફર કરી ટ્રેક્ટરને રીવર્સ પણ ચલાવી શકાય છે
સ્કૂટરના જૂના પડલા ટાયર ટ્રેક્ટરમાં ફીટ કર્યાં છે

ભીમજીભાઈને અનેક મોટી કંપનીઓમાંથી ઓફર આવે છે

ભીમજીભાઈનું કહેવું છે કે જ્યાં તલવાર કામ ન આવે ત્યા સોય કામ આવે. એવી જ રીતે જ્યાં મોટા ટ્રેક્ટર કામ ન આપી શકે ત્યા આ અલ્ટ્રા મીની ટ્રેક્ટર કામ આવે છે. ભીમજીભાઈએ આ ટ્રેક્ટરનું વેચાણ કરવા માટે નહિં પણ પોતોના ઉપયોગ માટે બનાવ્યું છે. ઘણી બધી કંપનીઓમાંથી ભીમજીભાઈને ઓફર આવે છે પણ તેમને કોઈના નીચે કામ કરવું પસંદ નથી. જેથી તેઓ પોતાની રીતે અને તટસ્થ રહીને આગળ વધવાનું નક્કી કર્યું છે. આમ તો ભીમજીભાઈને પોતાના ગામ મોવૈયામાં એક એન્જીનીયર જ માનવામાં આવે છે. પુરા 10 ચોપડી પણ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં નવરાત્રી દરમિયાન ગરબીનો આખો મંડપ રીવોલ્વીંગ બનાવ્યો હતો. જેમાં એક મીસ્ડકોલલથી મંડપ શરૂ થતો હતો. આવી અનેક પ્રેરણા રૂપ કામગીરી બદલ લોકો તેને સાહજીકતાથી વધાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments