મધુર ભંડારકરે કરણ જોહર પર ફિલ્મનું ટાઈટલ ચોરવાનો આરોપ મૂકી કહ્યું, ‘પ્લીઝ, મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો’.

0
6

ગયા અઠવાડિયે કરણ જોહરે પોતાના વેબ રિયાલિટી શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’નું ટ્રેલર રિલીઝ કર્યું હતું, તેની સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે. ફિલ્મમેકર મધુર ભંડારકરે તેની અને કંપની ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતા પર આરોપ મૂક્યા છે કે તે લોકોએ વેબ શો માટે તેમની ફિલ્મનું ટાઈટલ ચોર્યું છે.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું કે, પ્રિય કરણ જોહર, તમે અને અને અપૂર્વ મેહતાએ મારી પાસે બોલિવૂડ વાઇવ્સ ટાઈટલની માગ કરી હતી પણ મેં ના પાડી દીધી હતી કારણકે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સનો ઉપયોગ કરી લીધો. પ્લીઝ મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવા વિનમ્ર અપીલ કરું છું.

IMPPA માં ધર્માની ફરિયાદ કરી

સોશિયલ મીડિયામાં પોતાની વાત કહ્યા બાદ મધુર ભંડારકરે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)માં પણ ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ ફરિયાદ કરી છે.

IMPPA નું કહેવું છે કે, તેમણે કરણ જોહરને તેના વેબ શો માટે કોઈ ટાઈટલ બદલવા કંઈ કહ્યું નથી. તો બીજી તરફ રિપોર્ટ પ્રમાણે, આ વિશે ધર્મા પ્રોડક્શન અને નેટફ્લિક્સને લેટર લખીને ટાઈટલ બદલવાનું કહ્યું છે.

આ મામલે હજુ સુધી કરણ જોહર કે અપૂર્વ મેહતા તરફથી પણ કોઈ રિએક્શન સામે આવ્યાં નથી. તેના વેબ શોમાં બોલિવૂડની ફેમસ પત્નીઓ કેવી જિંદગી જીવે છે તે દેખાડવામાં આવશે.