મધ્ય પ્રદેશ : લાકડીથી હટાવવા જતાં આખલો વૃદ્ધને મારવા દોડ્યો

0
2

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રોડ પર રખડતાં આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો છે. આ ઘટના ખુરઈમાં બની છે. ઓમ પ્રકાશ નામના વૃદ્ધ કચરો ફેંકવા માટે ઘરની બહાર નીકળે છે. આ સમયે તે લાકડીથી આખલાને હટાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન આખલો ખીજાય છે અને વૃદ્ધને મારવા દોડે છે. આખલો મારવા દોડતાં વૃદ્ધ પાછા પગલે આવે છે અને થાંભલામાં અથડાઈ છે. જોતજોતામાં આખલો વૃદ્ધને શિગડે ચઢાવી ઉલાળી દે છે. હવામાં ઉલળીને નીચે પડતાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here