દિગ્વિજય સિંઘ અમારી સરકારને ઊથલાવવાના પ્રયાસો કરે છે: મધ્ય પ્રદેશના વનપ્રધાન ઉમંગ સિંઘારે

0
9

ભોપાલ, તા.3 સપ્ટેમ્બર 2019, મંગળવાર

મધ્ય પ્રદેશના વન પ્રધાન ઉમંગ સિંધારે કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને એવી ફરિયાદ કરી હતી કે દિગ્વિજય સિંઘ અમારી સરકારે ઊથલાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

અત્રે એ યાદ રહે કે એક સમયે દિગ્વિજય સિંઘ સતત 1993થી 2003 સુધી રાજ્યના મુખ્ય પ્રધાન હતા અને કોંગ્રેસ પક્ષમાં પણ એ સિનિયર નેતા ગણાય છે. સતત બોલકા છે અને કેન્દ્ર સરકાર વિશે સતત ટીકાટીપ્પણ કરતા રહે છે. હાલ દિગ્વિજય સિંઘ લગભગ બેકાર જેવા છે એટલે સતત રાજ્ય સરકારને પરેશાન કરવાના પ્રયાસો કરે છે એવી ફરિયાદ પણ આ પત્રમાં કરાઇ છે.

તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ધોબીપછાડ ખાધી હોવા છતાં કોંગ્રેસમાં અંદર અંદરની ખેંચતાણનો અંત આવતો નથી.મોવડી મંડળની બેઠકમાં રાહુલ ગાંધીએ આપેલા રાજીનામા પછી કોઇ આ ડૂબતા જહાજના કેપ્ટન બનવા તૈયાર નહોતું. આખરે ફરી એકવાર સોનિયા ગાંધીએ જવાબદારી સ્વીકારવી પડી.

રાહુલ ગાંધીએ પણ લોકસભાની ચૂંટણી પછી પક્ષના નેતાઓની આકરી ટીકા કરી હતી કે લોકસભાની ચૂંટણીમાં મારે એકલે હાથે લડવું પડ્યું. પક્ષના નેતાઓ યાદવાસ્થળીમાંથી ઊંચા આવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here