મધ્યપ્રદેશમાં ભૂમાફિયાઓની દાદાગીરી, મધ્યપ્રદેશના સિંગરૌલીમાં જમીનના મામલે મહિલાને ટ્રેકટરથી કચડી

0
47

ભોપાલ, તા. 22 જુલાઇ 2019, સોમવાર

સોનભદ્ર નરસંહાર ઘટનાના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં મધ્યપ્રદેશમાં જમીન વિવાદને લઇને ભૂમાફિયાઓ આદિવાસી મહિલાને ટ્રેકટરથી કચડી નાખી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં જમીનના વિવાદને લઇને ભૂમાફિયાઓ એ એક આદિવાસી મહિલાને ટ્રેકટરથી કચડી નાખી હતી. દરમિયાન મહિલાને બચાવવા બચાવવા જતા મહિલાના વૃદ્ધ સસરા પણ ઘાયલ થઇ ગયા હતા.

ઢિલરી ગામના ચાર માથાભારે તત્વોએ ચાર વર્ષ પહેલા આ જમીન વહેંચી હતી. પરંતુ ફરીથી તેઓ આ જમીન પર પોતાનો કબજો મેળવવા માંગતા હતા. આ જમીન પર છેલ્લા 30 વર્ષથી આદિવાસી વિશેષર કોલના પરિવારનો હક હતો.

પોલિસના જણાવ્યા અનુસાર, ગત શુક્રવારના રોજ ત્રણ માથાભારે તત્વોએ ટ્રેકટર દ્વારા કોલ પરિવારની જમીન પર ખેડાણ કરવા માંડ્યા હતા. આ વાતની જાણ થતા વિશેષર કોલ પોતાની વહુ કિરણ કોલની સાથે ખેતર પર પહોંચ્યા, અને ખેતરમાં ચાલી રહેલી ખેડાણનો વિરાધ કરવા લાગ્યા. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચકાયો.

દરમિયાન ગુસ્સે થઇને એક આરોપી પ્રભાકર બૈસએ કિરણ કોલને ટ્રેકટરથી કચડી નાખી હતી. જેથી તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. જ્યારે મહિલાના સસરાને ડંડાથી ફટકારવામાં આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયા હતા.

કિરણ કોલ અને તેમના સસરાને ગામને લોકોએ હોસ્પીટલમાં ભરતી કર્યા, જ્યાં શનિવારે કિરણ કોલની ગંભીર પરિસ્થિતિ જણાતા સિંગરૌલીના જિલ્લા હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવામાં આવી પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ ગયું. જ્યારે મૃતક મહિલાના સસરાની પરિસ્થિતિ હજુ નાજુક છે.

પોલીસે આરોપી પ્રભાકર બૈસ અને બંધુ બૈસની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી લાલપતિ બૈસ હજુ પણ ફરાર છે. પોલિસે ત્રણે આરોપી સામે ધારા 302, 307, 294, 323, 504 અને SC/STના ધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને ગ્રામીણોની વચ્ચે થયેલી લડાઇમાં એક જ પક્ષનાં 9 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. પ્રધાનપક્ષનાં લોકોએ ગ્રામીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી કે જ્યાર બાદ અંદાજે 25 લોકો ઘાયલ થયા છે. ધોરાવલની મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ બરાબર લાકડીઓ અને ડંડાઓ પણ વરસ્યા. આ વિવાદમાં 6 પુરૂષ અને 3 મહિલાઓનાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here