મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં બે માલગાડી સામસામે ટક્કર, 3 લોકોના મોત

0
13

મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં કોલસાથી ભરેલી બે માલગાડી આમને-સામને ટકરાઈ ગઈ છે. ટ્રેનમાં ફસાયેલા લોકોને એનટીપીસીના કર્મચારીઓએ કટર મશીનથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

દુર્ધટનામાં એક ટ્રેનના એન્જિનને ઘણું નુકસાન થયુ છે. ઘટનાસ્થળ પર હાજર એનટીપીસીના અધિકારીએ, પોલીસ સ્ટેશનના અધિકારી અને ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક ટ્રેન કોલસાથી ભરેલી હતી અને બીજી ટ્રેન ખાલી પરત ફરી રહી હતી.

સિંગરૌલીના બૈઢન વિસ્તારની પાસે ગનિયારીમાં બંને માલગાડી વચ્ચે સવારે 4 વાગ્યે ટક્કર થઈ હતી. સવારે 10 વાગ્યે બંને માગલાડીના એન્જિનમાં ફ્સાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારના લોકોએ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાથી ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જવાબદાર કર્મચારીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here