મદ્રાસ હાઇકોર્ટે એઆર રહેમાનને કરચોરીના આરોપમાં નોટિસ ફટકારી, 3.47 કરોડ રૂપિયાને લઈને IT ડિપાર્ટમેન્ટે કેસ કર્યો

0
4

ઓસ્કર વિજેતા સિંગર અને કમ્પોઝર એઆર રહેમાન વિરુદ્ધ કરચોરીનો આરોપ લાગ્યો છે. ઇન્કમ ટેક્સ (IT) ડિપાર્ટમેન્ટે કેસ ફાઈલ કર્યો છે. હવે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે રહેમાનને નોટિસ ફટકારી છે. IT વિભાગે તેમના ચેરીટેબલ ટ્રસ્ટ એઆર રહેમાન ફાઉન્ડેશન મારફતે 3 કરોડથી વધુ રૂપિયાની કમાણીને શોધી કાઢી છે જેના પર કરચોરીનો આરોપ લાગ્યો છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર ઓફિસર ટી આર સેન્ટીલ કુમારના જણાવ્યા અનુસાર, રહેમાનને 2011-12ના નાણાકીય વર્ષ દરમ્યાન 3.47 કરોડ રૂપિયા યુકે બેઝ્ડ ટેલિકોમ કંપનીની એક્સક્લુઝિવ રિંગટોન કમ્પોઝ કરવા માટે મળ્યા હતા. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે હતો જેમાં રહેમાને કંપનીને તેમના ટ્રસ્ટ એઆર રહેમાન ફાઉન્ડેશનને ડિરેકટ પેમેન્ટ કરવા કહ્યું હતું.

ઇન્કમ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું કે, ‘રહેમાનને ટેક્સેબલ ઇન્કમ મળી હતી. ટેક્સ બાદ થયા બાદ તે ઇન્કમ ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ તેને ચેરિટેબલ ટ્રસ્ટની ઇન્કમ તરીકે ન ગણાવી શકાય જે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ બાદ મળે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here