દહેગામ : લીહોડા પાસે આવેલી મેશ્વો નદીમાં માફીયાઓ દ્વારા ચાલતુ રેતી ખનન ઝડપાયુ

0
71

દહેગામ તાલુકાના લીહોડા ગામે મેશ્વો નદીમા રેત ચોરીનુ કૌભાંડ ચાલતુ હતુ તેને અનુસરીને આજે જિલ્લા પ્રાંત અધિકારી, મામતલદારનો સ્ટાફે સ્થળ ઉપર જઈને ટ્રેકટર, ટ્રક હીટાયચી રેડ કરી પકડી પાડેલ છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા અને લીહોડા પાસે આવેલી મેશ્વો નદીમા રેત માફીયાની ચોરીનુ પ્રમાણ વધી જવા પામ્યુ  હતુ તેથી આ વિસ્તારના કેટલાક આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરી હતી ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના પ્રાંત અધિકારી, દહેગામ મામલતદાર એચ એલ રાઠોડ, નાયબ મામલતદાર માયાબેન અને મામલતદાર કચેરીની ટીમ સાથે રહીને આજે લીહોડા ખાતે આવેલ મેશ્વો નદીમા ઓચીંતી રેડ પાડતા ૨ થી ૩ જેટલા વાહનો બીન અધિક્રુત રીતે રેતી ભરતા પકડી પાડ્યા છે. અને આ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

  • આજે સવારે ગાંધીનગર જિલ્લાના પ્રાંત અધિકારી દહેગામ મામલતદાર, પુરવઠા નાયબ મામલતદારની ટીમે રેતી ખનન કરતા ટ્રેકટર, ટ્રક જેવા સાધનો પકડી પાડ્યા
  • અને આ બાબતે રેતી ખનનની ચોરી કરતા આવા ઈસમો અને સાધનો સામે કાયદાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here