Thursday, January 23, 2025
Homeદેશકપલિંગ તૂટતાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ, યાત્રીઓ ફફડી ઊઠ્યાં

કપલિંગ તૂટતાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ, યાત્રીઓ ફફડી ઊઠ્યાં

- Advertisement -

દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહેલી ડાઉન મગધ એક્સપ્રેસ ટ્રેન સાથે રવિવારે (આઠમી સપ્ટેમ્બર) બિહાર બક્સરમાં મોટો અકસ્માત થયો હતો. રઘુનાથપુર અને ટુડીગંજ સ્ટેશન વચ્ચે અચાનક કપલિંગ તૂટી જતા ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ લોકો પાયલટને થતાં તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાને ટ્રેનને આગળ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુસાફરોમાં ભયનો માહોલ

આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બક્સર-ડીડીયુ પટના રેલવે સેક્શન પર થઈ હતી. તે સમયે ડાઉન મગધ એક્સપ્રેસ રઘુનાથપુર સ્ટેશનથી ટુડીગંજ તરફ જઈ રહી હતી અને આ અકસ્માત થયો હતો. આ ટ્રેનનું આગામી સ્ટોપ પટના હતું. આ અકસ્માત બાદ પાછળ પડેલી ડબામાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ડબા થોડા અંતર સુધી ટ્રેક પર દોડ્યા બાદ અટકી ગયા હતા.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20802 ડાઉન મગધ એક્સપ્રેસ બરાબર 11 વાગ્યે 8 મિનિટના વિલંબ સાથે ડુમરાઉં રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેવી આ ટ્રેન શરૂ થઈ કે તરત જ આ દુર્ઘટના એક મિનિટમાં થઈ ગઈ. એન્જીન આગળની બોગીઓને લઈને ઘણું દૂર નિકળી ગયું હતું. જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા હતા

ઉલ્લેખનીય છે કે, શનિવારે (સાતમી સપ્ટેમ્બર) ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે સદભાગ્યે તમામ યાત્રીઓ સુરક્ષિત હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular