હિંમતનગર : જાદુના શો માટે સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે મંજુરી આપવી જોઇએ : કરણ જાદુગર.

0
29

             

 

કોરોનાના કપરા કાળમાં જાદુગરના નાના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની આર્થિક હાલત કફોડી બની હોઇ જાદુના શો માટે સોશીયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે સરકારે મંજુરી આપવી જોઇએ એવો મત હિંમતનગરના જાદુના શો માટે પ્રખ્યાત એવા કરણ જાદુગરે વ્યકત કર્યો હતો.

બાઈટ : કરણ જાદુગર.

કોરોના મહામારી શરુ થયા બાદ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા માટે સિનેમાગૃહો, મલ્ટી પ્લેકસ, થીયટરો વગેરે સાથે બેન્ડવાજા સહિત જાદુના શો ઉપર પણ પ્રતિબંધ આવી ગયો હતો. કોરોનાનું સંક્રમણ ઘટતાં ગાઇડ લાઇન મુજબ 50 ટકાની ક્ષમતા સાથે સિનેમાગૃહ વગેરે શરતોના પાલન સાથે શરૂ કરવા પરવાનગી મળી હતી.

 

           

 

પરંતુ હવે જયારે કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે ત્યારે સરકારે આ બધા વ્યવસાયો બંધ કરી દેવાની સુચનાઓ બહાર પાડેલ હોઇ જેથી જાદુના વયવસાય સાથે સંકળાયેલા કલાકારો અને આ વ્યવસાય ઉપર નભતા પરિવારોની આર્થિક સ્થિત ફરી કફોડી બનવા માંડી છે. જાદુ કલાના વ્યવસાયમાં જાદુગરને મોટું રોકાણ કરવું પડતું હોય છે અને ઘણા પરિવારો આ વ્યવસાય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. જેથી સોશીયલ ડીસ્ટન્સીંગની શરતોના પાલન સાથે જાદુ શો ચાલુ રાખવા હિંમતનગરના સુવિખ્યાત કરણ જાદુગરે માગણી કરી છે.

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, હિંમતનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here