‘મહાભારત’ એક્ટર સતીશ કૌલની ઇન્ડસ્ટ્રીને આર્થિક સહાય માટે અપીલ, કહ્યું- પાયાની જરૂરિયાત સંતોષાતી નથી

0
11

મહાભારત અને અન્ય હિન્દી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલ પંજાબી એક્ટર સતીશ કૌલ હાલ આર્થિક સંકટમાં છે. લોકડાઉનને કારણે તેમની હાલત વધુ કફોડી બની ગઈ છે. મહાભારતમાં ઇન્દ્ર ભગવાનનો રોલ પ્લે કરનાર અને 300 જેટલી પંજાબી અને હિન્દી ફિલ્મ્સમાં કામ કરનાર 73 વર્ષીય સતીશે ઇન્ડસ્ટ્રીના લોકોને આર્થિક સહાય કરવા માટે અપીલ કરી છે.

તેઓ વૃદ્ધાશ્રમમાં રહે છે તે અફવાને ખોટી પાડી તેમણે જણાવ્યું કે, હું હાલ લુધિયાણામાં એક નાનકડી ભાડેની જગ્યા પર રહું છું. હું પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. મારી તબિયત ઠીક છે, બધું બરાબર હતું પણ લોકડાઉનને કારણે બધું બગડી ગયું. હું દવા, કરિયાણું અને પાયાની જરૂરિયાત માટે સ્ટ્રગલ કરી રહ્યો છું. હું ઇન્ડસ્ટ્રીના લોકોને મારી મદદ કરવા માટે અપીલ કરું છું. મને એક્ટર તરીકે ઘણો પ્રેમ મળ્યો છે, હવે મને એક જરૂરિયાતમંદ માણસ તરીકે મદદની જરૂર છે.

સતીશ કૌલ 2011માં મુંબઈથી પંજાબ એક્ટિંગ સ્કૂલ શરૂ કરવા માટે આવ્યા પણ તેમાં તેમને ખાસ સફળતા ન મળી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ અટકી ગયો અને બાકીનું હું જે કામ કરતો હતો તે 2015માં મને ફ્રેક્ચર થયું તેને કારણે અફેક્ટ થયું. હિપ બોન ફ્રેક્ચર થતા તેઓ અઢી વર્ષ માટે પથારીમાં હતા. ત્યારબાદ તેઓ વૃદ્ધાશ્રમ ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા.

હજુ પણ એક્ટિંગ કરવાની ઈચ્છા 

સતીશે જણાવ્યું કે હાલ હું એવી ઈચ્છા રાખું છું કે હું કોઈ સારી જગ્યા લઈને ત્યાં રહી શકું. એક્ટિંગ કરવાની ચાહ હજુ મારા દિલમાં કાયમ છે. તે પૂરી નથી થઇ. કોઈ હજુ આજે પણ મને કોઈ પણ રોલ ઓફર કરે, હું તે પ્લે કરીશ. હું ફરીથી એક્ટિંગ કરવા માટે તૈયાર છું.

સતીશ કૌલે પ્યાર તો હોના હી થા, આન્ટી નંબર 1 જેવી ફિલ્મ્સ અને વિક્રમ ઔર બેતાલ જેવા શોમાં પણ કામ કરી ચૂક્યા છે.

કોઈ અફસોસ નથી 

સતીશ કૌલે જણાવ્યું કે, હું જ્યારે ઉંચાઈ પર હતો ત્યારે મને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે અને તેના માટે હું ખુદને ધન્ય અનુભવું છું. અત્યારે મને કોઈ અફસોસ નથી. લોકો મને હવે ભૂલી ગયા છે તો કઈ વાંધો નહીં. મને ઘણો પ્રેમ મળ્યો છે અને હું તેના માટે આભારી છું. દર્શકોનો તે માટે હંમેશાં ઋણી રહીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here