પિટિશન પર સુપ્રીમમાં સુનાવણી : મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી પર નિર્ણય લેવાશે, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાની બે પિટિશન પર આજે સુનાવણી

0
0

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કરેલી બે રિટ પટિશિન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જેમાં આ વર્ષે યોજાનારા કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી અંગે નિર્ણય લેવાશે. સાડા ચાર વર્ષ જૂની પેન્ડિંગ રિટ અને હાલમાં કરાયેલી રિટ પિટિશન પર કપિલ સિબ્બલ ઓનલાઈન ચીફ જસ્ટિસની કોર્ટમાં રજૂઆત કરશે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર, રાજ્ય ચૂંટણી પંચ અને વડોદરા મહાનગરપાલિકા પર 2015માં રિટ પિટિશન કરી હતી. તેમજ રાજ્યની મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓની ચૂંટણીમાં એક વોર્ડમાં એક બેઠકની માંગણી સાથેની રિટ પિટિશન કરી છે જેની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.

જૂની પિટિશન અને નવો કેસ એક સાથે ચાલશે

સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતાને જોતાં અને જૂની પિટિશન પણ સાડા ચાર વર્ષથી પેન્ડિંગ છે. તે જોતાં નામદાર ચીફ જસ્ટિસે ઐતિહાસિક ઓર્ડર કર્યો કે બન્ને પિટિશનને સાથે ચલાવવામાં આવશે અને તાત્કાલિક સુનાવણીની તારીખ જાહેર કરી ટૂંક જ સમયમાં ચૂકાદો જાહેર કરશે. રાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા નિર્ણય આવે તેવી અપેક્ષા છે.

પિટિશનમાં રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા મનસ્વી નિર્ણયો સામે સવાલો

નરેન્દ્ર રાવતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં વોર્ડના સીમાંકન મનસ્વીપણે કરવા સામે 2015 અને આગામી 2020ની ચૂંટણીઓમાં સત્તાવાર વાંધા સૂચનો આપ્યા હતા તેમ છતાં સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તેને ફગાવી દીધા હતા. જેમાં સરકાર ચૂંટણી જીતવાના સત્તાના ઉપયોગ કરી મનસ્વી નિર્ણયો લે છે તેની સામે 2015માં પણ બધારણનો ભંગ થાય છે તેવી રજૂઆતના સંદર્ભમાં સ્પેશિયલ લિવ પિટિશન સિવિલ 24950/2015 દાખલ કરવામાં આવેલી જેનો ચુકાદો આજ દિન સુધી પેન્ડિંગ છે અને 2015ની જેમ જ 2020ની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં એજ પ્રક્રિયાનો આરંભ કરતાં અમે ફરીથી વારંવાર અમારી 2015ની પિટિશનની તાત્કાલિક સુનાવણી કરવા આ વર્ષે ડિસેમ્બર 2019માં અને મહાનગરપાલિકાના આખરી વોર્ડની સંખ્યા, ઉમેદવારની સંખ્યા,અનામત બેઠકોની ફાળવણી બાબતનું ફાઇનલ નોટિફિકેશન 8 ઓગસ્ટ 2020 જાહેર કર્યું તેના બીજા દિવસે નામદાર સુપ્રીમ કોર્ટમાં 9મી ઓગષ્ટે સરકારના આ નિર્ણય સામે સ્ટે માંગી પિટિશનની તાત્કાલિક સુનાવણીની માગણી કરતી અરજ કરી હતી. પરંતું એની નામદાર કોર્ટ દ્વારા આ બાબતે આજ દિન સુધી સુનાવણી થઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here