Tuesday, December 7, 2021
Homeગુરુપૂર્ણિમા : મહંત સ્વામીનું સાંજે 5 વાગે ઓનલાઇન ગુરુપૂજન કરવામાં આવશે, કોરોનાને...
Array

ગુરુપૂર્ણિમા : મહંત સ્વામીનું સાંજે 5 વાગે ઓનલાઇન ગુરુપૂજન કરવામાં આવશે, કોરોનાને કારણે અનેક કાર્યક્રમો રદ થયા.

અમદાવાદ. ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે બીએપીએસના કરોડો દર્શનાર્થીઓ સાંજે 5 વાગ્યે મહંત સ્વામીનું ઓનલાઇન ગુરુપૂજન કરી શકશે. આ સાથે ગુરુકુળ, કાલુપુર સ્વામિનારાયણ અને કુમકુમ મંદિર સહિત અન્ય સંપ્રદાયોમાં પણ ગુરુપૂજનનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.

લોકોને ઘરમાં રહી ઉજવણી કરવાની અપીલ

આ ઉપરાંત ઓમ પરિવાર સંસ્થા તેમ જ ચિન્મય મિશન સંસ્થાએ પણ આ વર્ષે ઓનલાઇન ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું છે. રવિવારે સવારે 8 વાગ્યે ધ્વજારોહણ કરાશે અને સાંજે 4.45થી 6 વાગ્યા સુધી વેદ વ્યાસજીની પૂજા અને ગુરુપાદુકાની પૂજા કરાશે, જેનું ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરાશે. ઓમ પરિવારના વડા યોગીરાજ યોગભિક્ષુજીએ ગુરુપૂર્ણિમાનું પર્વ ઘરમાં જ રહી પ્રભુ સ્મરણ કરીને ઊજવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, દરેક નાગરિકે અગત્યના કાર્ય સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments