મહારાષ્ટ્ર – ઘૂળેમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 10 લોકોનાં મોત, 20 ઘાયલ

0
22

 

ન્યુઝ ડેસ્ક, સીએન 24 ન્યુઝ , ધૂલે

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. રવિવાર મોડી રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 ઇજાગ્રસ્તોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર ધૂલે જિલ્લાના દોંડાઇચા ગામ પાસે સર્જાયો છે.આ અકસ્માત બાદ કેટલાંક યાત્રીઓ  બસની કેબિનમાં ફસાઇ ગયા હતા. એક મળતાં અહેવાલ મુજબ બસ ઔરંગાબાદ તરફ જઇ રહી હતી, જેમાં 45 મુસાફરો સવાર હતા. આ અકસ્માતના ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેઓનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત મહીને મહારાષ્ટ્રના પૂણે-બેંગ્લોર હાઇવે પર એક કાર અકસ્માત સર્જાયો હતો. કાશઇલ ગામ પાસે થયેલા આ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે ટકરાઇ હતી.