કોરોનાનો કહેર : રાજ્યોમાં સૌથી મોખરે મહારાષ્ટ્ર : મુંબઈમાં ધારાવી તરીકે ઓળખાતો દુનિયાનો સૌથી વધુ ગીચ વિસ્તાર ભયજનક સાબિત

0
14

નેશનલ ડેસ્ક. સમગ્ર દેશ કોરોનાના મહાસંકટ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ અને મુંબઈમાં પણ ધારાવી તરીકે ઓળખાતો દુનિયાનો સૌથી વધુ ગીચ વિસ્તાર ભયજનક સાબિત થઈ રહ્યો છે, જ્યાં સોમવારે કોરોના સંક્રમણના કારણે સોમવારે પાંચમું મૃત્યુ થયું છે.

ગીચોગીચ વસ્તી અને બેહદ ગંદગીના કારણે દુનિયાભરમાં બદનામ ગણાતો મુંબઈનો આ વિસ્તાર ખરેખર તો બ્રિટિશ શાસનની દેણ છે. ઈસ. 1885 આસપાસ મુંબઈના કારખાનાઓ, કોટન મિલ અને પાવરલૂમમાં કામ કરનારા દક્ષિણ ભારતીય, ઓરિસ્સા અને રાજસ્થાનના મજૂરોને અહીં મફત વસવાટ માટે બ્રિટિશ સરકારે મંજૂરી આપી હતી. મફત રહેણાંક વિસ્તાર હોવાથી બ્રિટિશ પ્રશાસને પણ અહીં કોઈ પાયાની સુવિધાઓ આપવાની દરકાર કરી ન હતી. મુંબઈની વસ્તી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ બહારના રાજ્યોમાંથી રોજીરોટી કમાવા આવનારાઓ માટે ધારાવી સૌથી સસ્તુ આશ્રયસ્થાન બનતું ગયું. આજે હાલત એવી છે કે માત્ર અઢી કિલોમીટરના વિસ્તારમાં અહીં આશરે 8 લાખ લોકો વસે છે.

અતિશય ગીચતા અને ગંદકીના કારણે ધારાવી મેલેરિયા, ટાઈફોઈડ કે ફાલ્સીપેરમ જેવી બિમારીઓનું તો કાયમી મથક છે જ, પરંતુ સંક્રમિત રોગચાળા વખતે પણ સમગ્ર મુંબઈ માટે ધારાવી હંમેશા ભારે ભયજનક બનતું રહ્યું છે.

  • ઈસ. 1896માં પ્લેગની મહામારીનું કેન્દ્ર ધારાવી જ હતું, જેણે સમગ્ર મુંબઈને ભરડામાં લીધું હતું અને કુલ વસ્તીના અડધોઅડધ લોકો માર્યા ગયા હતા, જેમાં ધારાવીમાં મૃત્યુઆંક 30,000થી વધુ હતો.
  • ઈસ. 1900માં ધારાવીમાં ફરીથી પ્લેગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો અને 8000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.
  • ઈસ. 1908માં પ્લેગના કારણે ધારાવીમાં 2000 લોકો મોતને ભેટ્યા હતા. એ વખતે પ્લેગનું કારણ ગણાતાં ઉંદર પકડવા પર રોકડ ઈનામ જાહેર થયા હતા.
  • ઈસ. 1944માં ઈન્ફ્લુએન્ઝાના કારણે ધારાવીમાં 2000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.
  • ઈસ. 1984માં કોલેરાના કારણે ધારાવીમાં 1500થી વધુ મૃત્યુ થયા હતા જેમાં વૃદ્ધો અને બાળકોનું પ્રમાણ વધારે હતું.
  • ઈસ. 2009માં સ્વાઈન ફ્લૂનો કહેર સમગ્ર મુંબઈ પર ફેલાવવામાં પણ ધારાવી કેન્દ્રસ્થાને હતું. એ વખતે ધારાવીમાં 2500 લોકો મોતને ભેટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here