મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ ચાલુ, 13 નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર, 6ના શબ મળ્યા

0
3

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓના મૃત્યુ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં 6 નક્સલીઓના શબ મળ્યા છે. ગઢચિરોલીના DIG સંદીપ પાટિલે આ વાતની પુષ્ટિ કરી છે. હાલ પણ C-60 કમાન્ડો અને નક્સલીઓની વચ્ચે અટકી-અટકીને ફાયરિંગ ચાલુ છે. પાટિલના જણાવ્યા મુજબ, 6 નક્સલીઓના શબ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના કટીમાના જગલમાંથી મળ્યા છે.

પોલીસ સ્ટેશન ઉડાવવાનો નક્સલીઓએ કર્યો હતો પ્રયાસ

નક્સલીઓએ ગત મહિને ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના ગુટ્ટા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટ ન થવાના પગલે દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે નક્સલીઓ દ્વારા પોલીસ સ્ટેશનને ઉડાવવાની કોશિશને એક મોટી ઘટના માનવામાં આવી રહી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે તે પછી C-60 કમાન્ડોએ આ કાર્યવાહી કરી છે.

29 માર્ચે ઠાર કર્યા હતા 5 નક્સલી

આ પહેલા ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેન માટે એકત્રિત થયેલા નક્સલીઓની સાથે ગઢચિરોલી પોલીસને 29 માર્ચે અથડામણ થઈ હતી. તેમાં કુખ્યાત નકસલી રસી રાવ સહિત પાંચ નક્સલીઓ ઠાર થયા હતા. આ એન્કાઉન્ટરના વિરોધમાં નક્સલીઓએ 12 એપ્રિલે ગઢચિરોલી બંધ આપ્યો હતો. 12 એપ્રિલે ઘણી જગ્યાએ નક્સલીઓએ રોડ કન્સ્ટ્રક્શનમાં લાગેલા મશીનોમાં આગ લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોણ હોય છે C-60 એન્ટી નક્સલ કમાન્ડો

ગઢચિરોલી જિલ્લાની સ્થાપના પછી સમગ્ર ક્ષેત્રમાં નક્સલી ગતિવિધિઓ વધી ગઈ હતી. તેની પર પ્રતિબંધ લગાવવા માટે તત્કાલીન SP કેપી રધુવંશીએ 1 ડિસેમ્બર 1990એ C-60ની સ્થાપના કરી હતી. તે સમયે આ ફોર્સમાં માત્ર 60 વિશેષ કમાન્ડોની ભરતી થઈ હતી, જેથી તેને આ નામ મળ્યુ. નક્સલી ગતિવિધિઓને રોકવા માટે ગઢચિરોલી જિલ્લાને બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ઉતર વિભાગ, બીજો દક્ષિણ વિભાગ.

પ્રશાસનિક કામકાજ પણ કરે છે C-60 કમાન્ડો

આ કમાન્ડોને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમને દિવસ-રાત કોઈ પણ સમયે કાર્યવાહી કરવા માટે ટ્રેન કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, NSG કેમ્પ મનેસર, કાંકેર, હજારીબાદમાં થાય છે. નક્સલ વિરોધી અભિયાન સિવાય આ જવાન નક્સલીઓના પરિવાર, સંબંધીઓને મળીને તેમને સરકારની યોજનાઓ વિશે જાણ કરીને તેમને સમાજની મુખ્યધારામાં જોડવાનુ કામ પણ કરે છે. નક્સલી વિસ્તારોમાં પ્રશાસનિક સમસ્યાઓની માહિતી પણ એકત્રિત કરે છે.

2019માં નક્સલી હુમલામાં 15 જવાન શહીદ થયા હતા

આ પહેલા 3 મે 2019ના રોજ 100થી વધુ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો. ગઢચિરોલીમાં થયેલા આઈઈડી બ્લાસ્ટમાં 15 QRT જવાન શહીદ થયા હતા. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ઉત્તરી ગઢચિરોલીનો સીપીઆઈ(માઓવાદી) કમાન્ડર ભાસ્કર હોવાનું કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here