Tuesday, September 21, 2021
Homeમહારાષ્ટ્ર કોરોના : 'બ્રેક ધ ચેઇન' કર્ફ્યૂનો પહેલો દિવસ, CMએ આપ્યા 6...
Array

મહારાષ્ટ્ર કોરોના : ‘બ્રેક ધ ચેઇન’ કર્ફ્યૂનો પહેલો દિવસ, CMએ આપ્યા 6 કડક નિર્દેશ

બુધવારે રાત્રે 8 વાગ્યાથી મહારાષ્ટ્રમાં મિશન ‘બ્રેક ધ ચેઇન’ની શરૂઆત થઈ છે, જે અંતર્ગત રાજ્યભરમાં CRPCની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે, એટલે કે આજ પછી એક જગ્યાએ 5 અથવા વધુ લોકોનું ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિયમ 1 મેના રોજ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.

બુધવારે મુખ્યમંત્રીએ તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિકારીઓ સાથે કોરોના સંકટ મુદ્દે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં અમલી કર્ફ્યૂ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસતંત્રને સ્પષ્ટ સૂચના આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં પ્રતિબંધોનો કડકાઈપૂર્વકથી અમલ થવો જ જોઇએ. ડીજીપી સંજય પાંડેએ સ્પષ્ટતા કરી છે કે આ વખતે નિયમનો વધુ કડક લાગુ કરવામાં આવશે. આ સમયે બિનજરૂરી રીતે બહાર ફરવાવાળા લોકો સામે લાઠીચાર્જનો પણ અમલ થઈ શકે છે.

મુખ્યમંત્રીના 6 મોટા નિર્દેશ

1. કર્ફ્યૂ દરમિયાન જીવનજરૂરી અને તાત્કાલિક સેવા-સુવિધાઓ બંધ રહેશે નહીં, પરંતુ આ પ્રવૃત્તિઓ માટે નિયમોનું ઉલ્લંઘન અને ભીડ થવી જોઈએ નહીં. જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો આ સુવિધાઓ સ્થાનિક વહીવટ બંધ કરવાનો નિર્ણય લે.

2. સરકાર તરફથી નબળા અને ગરીબો માટે જાહેર કરાયેલી નાણાકીય સહાય પદ્ધતિસર પહોંચાડવી જોઈએ. નાણાકીય સહાય આપવામાં કોઈ પ્રકારની ફરિયાદો ન હોવી જોઈએ.

3. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કોરોના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલી જમ્બો સુવિધા સલામત છે કે કેમ એની તપાસ થવી જોઇએ. તમામ હોસ્પિટલોનું ફાયર સેફ્ટી ઓડિટ તાત્કાલિક થવું જોઈએ. આ કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ.

4. કોરોના સંક્રમણનું મ્યૂટેશન નમૂનાઓમાં મળ્યું છે. ગયા વખત કરતાં મહામારીની ગતિ ઘણી ઝડપી છે. યુવાનો વધુ સંક્રમિત થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માઇક્રો અને મિની કન્ટેન્મેન્ટ ઝોન તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ઓક્સિજન અને રેમડેસિવિરનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને યોગ્ય રીતે થવો જોઈએ.

5. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લગ્ન સમારંભ કોરોના મહામારીના ફેલાવવા માટે જવાબદાર હોવાનું જોવામાં આવ્યું છે, તેથી જિલ્લા અને પોલીસ પ્રશાસને લગ્ન સમારોહમાં તમામ નિયમોનું પાલન કરવાની ખાતરી કરવી જોઈએ.

6. કોરોના કંટ્રોલ ટાસ્કફોર્સના ડોક્ટર સંજય ઓકએ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ.

પોલીસકર્મી તાજ હોટલની બહાર ચાલતા લોકોને હટાવી રહ્યા છે.

પોલીસકર્મી તાજ હોટલની બહાર ચાલતા લોકોને હટાવી રહ્યા છે.

પોલીસ કરી શકે છે લાઠીચાર્જનો ઉપયોગ

રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય પાંડેએ પોલીસને સૂચના આપી છે કે કર્ફ્યૂ દરમિયાન સામાન્ય લોકો સામે બિનજરૂરી બળનો ઉપયોગ કરવાથી બચવાના નિર્દેશ આપ્યા છે. જોકે ડીજીપીએ એમ પણ કહ્યું હતું કે જરૂર વગર જે લોકો ઘર બહાર નીકળે છે તેમની સામે પોલીસ લાઠીચાર્જનો પણ ઉપયોગ કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે તમામ ટીમોને કોઈ કારણ વગર લાકડીનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે ઇરાદાપૂર્વક નિયમોનું ઉલ્લંઘન કરનારની સાથે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાજ્યમાં કર્ફ્યૂ અંગેના પ્રતિબંધને ધ્યાનમાં રાખીને ડીજીપી પાંડેએ સામાન્ય લોકોને સરકાર દ્વારા અપાતી માર્ગદર્શિકાનું પાલન કરવા અને પોલીસને લાઠીચાર કરવા મજબૂર ન કરવી એ અંગે અપીલ કરી હતી.

મુંબઈમાં CSMT સ્ટેશનની અંદર પેસેન્જરનું ટેસ્ટિંગ સતત ચાલી રહ્યું છે.

મુંબઈમાં CSMT સ્ટેશનની અંદર પેસેન્જરનું ટેસ્ટિંગ સતત ચાલી રહ્યું છે.

લોકો ઓળખપત્ર વિના બહાર નીકળી શકશે નહીં

જેમને બહાર નીકળવાની છૂટ છે તેમણે ઓળખકાર્ડ સાથે બહાર નીકળવું આવશ્યક છે. પાંડેએ કહ્યું હતું કે કર્ફ્યૂમાં પ્રતિબંધ હોવા છતાં જો કોઈ ઘર બહાર નીકળશે તો તેનું એક ખાસ કારણ હશે, તેથી તમામ ટીમોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે કારણ વિના લોકો સાથે મારપીટ ન કરવી અને તેમની સામે કોઈ કારણ વગર કેસ કરવા અંગેની કાર્યવાહી કરવામાં ન આવે. પોલીસે સંયમ રાખવો જોઈએ કે જ્યાં સુધી એ સ્પષ્ટ ન થાય કે કોઈ ઇરાદાપૂર્વક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જ્યારે અન્ય કોઈ રસ્તો બાકી ન હોય ત્યારે જ બળપ્રયોગ કરવો જોઈએ.

પવિત્ર રમઝાન મહિનાના પહેલા દિવસે મુંબઈમાં કેટલાક લોકોએ રોઝા ખોલ્યા હતા.

પવિત્ર રમઝાન મહિનાના પહેલા દિવસે મુંબઈમાં કેટલાક લોકોએ રોઝા ખોલ્યા હતા.

રાજ્યમાં CRPFની 22 કંપની તહેનાત

તેમણે લોકોને કોઈપણ કારણ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી હતી. તેમણે માહિતી આપી હતી કે બે શિફ્ટમાં બધા પોલીસકર્મીઓ રસ્તા પર ઊતરશે. આ સિવાય 13280 હોમગાર્ડ્સ અને CRPFની 22 કંપની પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસ કોઈ પાસ જારી કરશે નહીં અને નિયમોનું પાલન કરવામાં સ્થાનિક સંસ્થાઓને સહયોગ કરશે અને દંડ પણ વસૂલશે.

LTT સ્ટેશન પર મુસાફરોની કતારમાં બેસાડતા GRPના જવાનો.

LTT સ્ટેશન પર મુસાફરોની કતારમાં બેસાડતા GRPના જવાનો.

યુદ્ધ જેવી પરિસ્થિતિઓ: ડેપ્યુટી પોલીસ કમિશનર

રાજ્ય સરકારના કર્ફ્યૂના આદેશ બાદ મુંબઈ પોલીસે બુધવારે એનાથી સંબંધિત આદેશ જારી કર્યો હતો. આ પછી મુંબઇના પોલીસ કમિશનર હેમંત નગરાલેએ એક વીડિયો સંદેશ જારી કરીને સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ આ વાતને સમજે કે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. કોરોના એક એવો દુશ્મન છે જે કોઈ પ્રત્યે દયા નથી રાખતો. જે પ્રમાણે યુદ્ધના સંજોગોમાં આપણે ઘરમાં રહીએ છીએ અને જીવવા માટે બહાર ફરવાનો અધિકાર છોડી દઈએ છીએ. જોકે પરિસ્થિતિઓ યુદ્ધ જેવી છે, તેથી લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

નવી મુંબઈમાં ફરીથી તમામ પોલીસકર્મીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ થયું છે.

નવી મુંબઈમાં ફરીથી તમામ પોલીસકર્મીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ થયું છે.

24 કલાકમાં સંક્રમણના 58,952 કેસ નોંધાયા

બુધવારે રાજ્યમાં કોરોનાવાયરસથી સંક્રમણના 58,952 નવા કેસ નોંધાયા છે, જ્યારે 278 વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં; આ સાથે કુલ મૃત્યુઆંક 58,804 પર પહોંચી ગયો છે. 11 એપ્રિલે રાજ્યમાં સંક્રમણના 63,294 કેસ નોંધાયા હતા, જે અત્યારસુધીનો સૌથી વધુ કેસ છે.

આરોગ્ય વિભાગે આજે અહીં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 35,78,160 લોકોને સંક્રમણ લાગ્યું છે, જેમાંથી 29,05,721 લોકોને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 6,12,070 દર્દીની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં સંક્રમણના 9,931 નવા કેસ નોંધાયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 12,147 પર પહોંચી ગયો છે.

LTT સ્ટેશન બહાર જ્યારે પણ ઉત્તરપ્રદેશ કે બિહાર માટે કોઈ ટ્રેન જઈ રહી છે, ત્યારે આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે ( આ તસવીર બુધવાર બપોરની છે.)

LTT સ્ટેશન બહાર જ્યારે પણ ઉત્તરપ્રદેશ કે બિહાર માટે કોઈ ટ્રેન જઈ રહી છે, ત્યારે આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે ( આ તસવીર બુધવાર બપોરની છે.)

ધારાવીમાં 15 દિવસમાં મળ્યા 860 નવા દર્દી

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એટલે કે ધારાવીમાં છેલ્લા 15 દિવસમાં 860 નવા દર્દી સામે આવ્યા છે. જ્યારે આખા માર્ચ મહિનામાં 829 દર્દી સામે આવ્યા હતા. જેને ધ્યાનમાં લેતા સ્થાનિક સાંસદ રાહુલ શેવાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનને પત્ર લખીને માગ કરી છે કે ધારાવીમાં 18 વર્ષની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવે, જેને કારણે સૌથી વધુ સંક્રમણવાળા આ ક્ષેત્રમાં કોરોનાવાયરસ પર કાબૂ મેળવી શકાય. ધારાવીમાં વધતા સંક્રમણને જોતાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ નિશાન વેક્સિનેશન શરૂ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments