મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડે CM ઉદ્ધવ ઠાકરેને સોંપ્યુ રાજીનામુ

0
6

ઉદ્ધવ સરકારને વન મંત્રી સંજય રાઠોડે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટિકટોક સ્ટારની આત્મહત્યા કેસમાં નામ આવ્યા બાદ સંજય રાઠોડ ચિંતિત હતા, જેના કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના નેતા સંજય રાઠોડે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી અને ત્યારબાદ પોતાનું રાજીનામુ સોંપ્યું. સંજય રાઠોડે કહ્યું કે હું અત્યારે રાજીનામુ આપું છુ, પરંતુ તપાસ પુરી થયા બાદ તેને મંજૂર કરજો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ અને કેટલાક ભાજપના લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આઠ ફેબ્રુઆરીના રોજ પુણેના હડપસર વિસ્તારમાં એક ઇમારત પરથી નીચે પટકાતા એક યુવતિનું મોત થયું હતું. જે રાજ્યના એક મંત્રી સાથે રિલેશનશીપમાં હતી.

આ યુવતિનું નામ પૂજા ચૌહાણ હતું, ત્યારબાદ ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપ ધારાસભ્ય અતુલ ભાતખલકરે કહ્યું જ્યાં સુધી સંજય રાઠોડની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ બજેટ સત્ર નહીં થવા દેય. ભાજપે આરોપ લગાવ્યો હતો કે સંજય રાઠોડ પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં દોષી છે. જેથી તેમણે જાતે રાજીનામુ આપી દેવું જોઇએ.

ભાજપ નેતા ચિત્રા વાઘે આરોપ લગાવ્યો હતો કે સંજય રાઠોડે પૂજા સાથે આત્મહત્યાના દિવસે 45 વખત ફોન કર્યો હતો. આ વાતનો ખુદ રાઠોડે પોલીસ સામે સ્વીકાર કર્યો છે. જો કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here