Monday, September 20, 2021
Homeમહારાષ્ટ્રમા ભાજપને મળ્યો ફરી ૨૪ કલાકનો સમય, સુપ્રિમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો
Array

મહારાષ્ટ્રમા ભાજપને મળ્યો ફરી ૨૪ કલાકનો સમય, સુપ્રિમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો

મહારાષ્ટ્રમા સરકાર રચનાને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે સુપ્રિમ કોર્ટે આજે ફડનવીસ સરકારે વધુ ૨૪ કલાક સમય આપી દીધો છે. જેમા આજે થયેલી સુનવણી બાદ સુપ્રિમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગે ચુકાદો આપશે. આજે આ મુદ્દે બે કલાક સુધી બંને પક્ષોના વકીલોએ અદાલતમા રજુઆત કરી હતી. જેમાં એનસીપી- શિવસેના અને કોંગ્રેસે ૨૪ કલાકમા ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

આ ઉપરાંત આજે મુકુલ રોહતગીએ કહ્યું કે રાજયપાલે ફ્લોર ટેસ્ટ માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. તેમણે કહ્યું કે પ્રોટેમ સ્પીકર બાદ સ્પીકરની પસંદગી પણ કરવાની હોય છે. પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકર સાથે કામ કરાવવા માંગે છે. મુકુલ રોહતગીએ કહ્યું કે આગામી સાત દિવસમા ફ્લોર ટેસ્ટ શકય નથી.

તેના જવાબમા અદાલતે કહ્યું કે અમારે શું આદેશ કરવો છે તે અમે જાણીએ છીએ. તેમજ હાલ અદાલત ચર્ચાનો વિષય બદલાઈ રહ્યો છે. આ દરમ્યાન તુષાર મહેતાએ કહ્યું કે મહાવિકાસ અધાડીએ સૂચીમાં ગડબડી કરી છે. તેમજ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ફરી ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. જયારે મુકુલ રોહતગીએ કહ્યું કે વિધાનસભાની અમુક પરંપરા છે. જેનું પાલન થવું જોઈએ.જેમાં પહેલા પ્રોટેમ સ્પીકર, સભ્યોનો શપથગ્રહણ, સ્પીકરની ચુંટણી, રાજયપાલનું અભીભાષણ અને તેની બાદ ફ્લોર ટેસ્ટ થાય.

અભિષેક મનુ સિંધવીએ કહ્યું જયારે બંને ફ્લોર ટેસ્ટ માટે રાજી છે તો વાર કેમ થઈ રહી છે. શું કશુંક છુપાવવામા આવી રહ્યું છે. અજીત પવારે આપેલો પત્ર સંપૂર્ણ ખોટો છે. આ દરમ્યાન તેમણે એનસીપીના ૪૮, શિવસેના ૫૬ અને કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપવાની વાત કરી હતી. જેની પર રોહતગીએ કહ્યું કે તમે આ પત્ર દાખલ કરશો તો તેની પર મારે જવાબ લેવો પડશે. તેથી અભિષેક મનુ સિંધવીએ એ પત્ર પરત લીધો હતો.તેમજ ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments