મહારાષ્ટ્ર : કોરોનાના વધતા જતા દરદીથી રાજ્ય સરકારની વધી ચિંતા

0
3

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા દરદીથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઇ છે. તેની સાથો સાથ કેન્દ્રની કોરોના પ્રતિબંધ સમિતિએ કરેલી મુલાકાતબાદ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર આવી હોવાનું જાણકારી આપી છે. પરંતુ કોરોનાના પ્રકોપના પગલે લોકડાઉન કે પ્રતિબંધો મૂકવાથી ખાસ અસર પડે એવું દેખાતું નથી. એમ કેન્દ્રીય આરોગ્ય વિભાગે મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યમાં કોરોનાનો ફરી પ્રકોપથયો છે. આથી કેન્દ્ર દ્વારા સંબંધિત રાજ્યોમાં નિરીક્ષણ કરવા ખાસ ટુકડી મોકલી હતી.

આ ટુકડીએ તૈયાર કરેલો એક અહેવાલ તૈયાર કરીને કેન્દ્રની સરકારને આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને સંબંધિત અહેવાલની માહિતી આપી હતી. જેમાં મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ટ્રેસીંગ અને ટેસ્ટીંગ પર ભાર આપવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યને અમુક મહત્વની સૂચના આપી હતી. કન્ટમેન્ટ ઝોન પર ધ્યાન આપવાનું કહ્યું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર આપવાનું સંબંધિતોને સૂચના કરી છે. બસ ડેપો, રેલવે સ્ટેશન, ઝૂંપડપટ્ટી જેવા ગરદીના સ્થળે ઝડપથી કોરોના ફેલાય છે. ત્યાં કોરોનાના ટેસ્ટ કરવા અને રેપિડ એટિજન ટેસ્ટ કિટસનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.

આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે અમે રાજ્યમાં આંશિક પણે લોકડાઉન પ્રતિબંધો, કર્ફ્યુ મૂક્યા છે. પરંતુ હોસ્પિટલોમાં દવાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોરોનાના દરદી વધે છે. પણ મોટાભાગે હોમ ક્વોરન્ટીન કરાયા છે. હોસ્પિટલોમાં ખાટલાની વ્યવસ્થા પૂરતા પ્રમાણમા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here