Thursday, August 5, 2021
No menu items!
Homeરાજનીતિ : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, સુપ્રીમ કોર્ટ પહોંચી લડાઈ; શિવસેનાની અરજી પર...
Array

રાજનીતિ : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, સુપ્રીમ કોર્ટ પહોંચી લડાઈ; શિવસેનાની અરજી પર આજે સુનાવણી કરાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ખુરશીની ખેંચતાણ હજી બંધ નથી થઈ. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી પરંતુ તે સફળ થાય તે પહેલાં જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા જ રાષ્ટ્રપતિને આ વિશે ભલામણ કરવામાં આવી હતી અને તેને રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી વિશે આ સુનાવણી કરવામાં આવશે.

NCP-કોંગ્રેસ સ્થિતિ સ્પષ્ટ થતા શિવસેના સાથે વાત કરશે
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હોવા છતા શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ સરકાર બનાવવાના તેમના દાવા પર અડગ છે. મંગળવારે કોંગ્રેસ નેતાઓ અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મુંબઈમાં એક મહત્વની બેઠક થઈ હતી. બંને પાર્ટીયોએ સરકાર બનાવવા વિશે કહ્યું છે કે, દરેક મુદ્દે સ્થિતિ સ્પષ્ટ થતા અમે શિવસેનાને સમર્થન આપવા મુદ્દે વાત કરીશું. આ દરમિયાન એનસીપી આજે ફરી મુંબઈમાં તેમના 54 ધારાસભ્યોની બેઠક બોલાવશે.

શિવસેના અસમંજસમાં
મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ બીજી અરજી દાખલ કરી શકાય નહીં. તે સિવાય શિવસેના તરફથી તાત્કાલિક સુનાવણીની અરજી પણ નહીં કરવામાં આવે.

આજે મહારાષ્ટ્ર પરત આવશે ધારાસભ્યો
મહારાષ્ટ્ર કોંગ્રેસના 44 ધારાસભ્યો જે છેલ્લા કેટલાક દિવસથી જયપુરમાં રોકાયા છે તેઓ આજે મહારાષ્ટ્ર પરત આવશે. હોર્સ ટ્રેડિંગથી બચવા માટે કોંગ્રેસ પાર્ટીએ તેમના દરેક ધારાસભ્યોને 5 દિવસ સુધી જયપુરમાં રાખ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયુ છે અને અત્યારે પણ એનસીપી-કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની વાતચીત ચાલી રહી છે.

ભાજપ ફરી સરકાર બનાવવાની રેસમાં
આ દરમિયાન ભાજપે ફરી પોતાને સરકાર બનાવવાની રેસમાં સામેલ કરી લીધી છે. ભાજપના રાજ્યસભા સાંસદ નારાયણ રાણેએ દાવો કર્યો છે કે બહુમતી માટે 145 સીટ ભેગી કરીને સરકાર બનાવવામાં આવશે. રાણેએ કહ્યું છે કે, પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે. આ દિશામાં દેવેન્દ્ર ફડણવીસ પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર બનાવવા માટે તેમને જે કરવું પડશે તે તેઓ કરશે. શિવસેનાએ જ અમને સામ-દામ-દંડ-ભેદ શિખવ્યું છે.

શિવસેનાએ 11 નવેમ્બરે ઓફિશિયલી સંપર્ક કર્યો- NCP
એનસીપી-કોંગ્રેસની કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે, અમે પહેલા ગઠબંધ પક્ષની વચ્ચે દરેક મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરીશું અને ત્યારપછી શિવસેના સાથે વાતચીત કરવામાં આવશે. તેમની સાથે પણ દરેક મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે અને ત્યારપછી જ સરકાર બનાવવા વિશે કોઈ નિર્ણય કરવામાં આવશે. શિવસેનાએ પહેલીવાર કોંગ્રેસ અને એનસીપી સાથે પહેલીવાર 11 નવેમ્બરે ઓફિશિયલી સંપર્ક કર્યો છે. મહત્વનો નિર્ણય લેતા પહેલાં જરૂરી હતું કે દરેક મુદ્દા સ્પષ્ટ કરી દેવામાં આવે. જે પ્રમાણે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવામાં આવી છે અમે તેની નિંદા કરીયે છીએ. આ મનમાની રીત છે. આ લોકતંત્ર અને બંધારણનો મજાક ઉડાવવાનો પ્રયત્ન છે.

શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે આવે તો બહુમત શક્ય
કુલ સીટ- 288
બહુમતી માટે – 145

પક્ષ સીટ
શિવસેના 56
એનસીપી 54
કોંગ્રેસ 44
કુલ 154
અપક્ષ 9 ધારાસભ્યો સાથે હોવાનો દાવો
કુલ સંખ્યા બળ 163

મહારાષ્ટ્રમાં અન્ય પક્ષની સ્થિતિ

પાર્ટી સીટ
ભાજપ 105
બહુજન વિકાસ અધાડી 3
AIMIM 2
અપક્ષ અને અન્ય દળ 15
કુલ 125
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments