જૂનાગઢના ભવનાથમાં પ્રતિવર્ષ આયોજિત થનારા મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે રદ્દ

0
7

જૂનાગઢના ભવનાથમાં પ્રતિવર્ષ આયોજિત થનારા મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે રદ્દ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ સૌરભ પારઘીની અધ્યક્ષતામાં મેયર ધીરુભાઈ ગોહિલ અને સાધૂ-સંતોની હાજરીમાં જિલ્લા કલેક્ટ કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 7 માર્ચથી શરૂ થનારો 5 દિવસનો મેળો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિવરાત્રિના મેળામાં દર વર્ષે હજારો ભક્તો ભાગ લે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ મેળો રદ્દ કરી દેવામાં આવ્યો છે. જો કે સાધુ-સંતો તરફથી મેળાની પરંપરાને જાળવી રાખવામાં આવશે, પરંતુ તેમના કાર્યક્રમમાં અન્ય કોઈ લોકોને પ્રવેશ નહી આપવામાં આવે.

જિલ્લા કલેક્ટર તરફથી શિવરાત્રિના મેળાની પરંપરા જાળવી રાખવા માટે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે સાધુ-સંતોની શોભાયાત્રા પણ નીકાળવામાં આવશે. વર્ષોથી ચાલતી આવતી પરંપરાને અનુરુપ શાહી સ્નાન અને પૂજા વિધિની પરંપરા ચાલુ રાખવામાં આવશે. જો કે મેળામાં લોકોને પ્રવેસ નહીં આપવામાં આવે. આ બેઠકમાં જૂનાગઢ મહાનગર પાલિકાના મ્યુન્સિપલ કમિશનર તુષાર સુમેરા, ઉતારા મંડલના અધ્યક્ષ ભાવેશ વેકરિયા સહિત સાધુ-સંતો હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here