મહાશિવરાત્રી પર્વ નિમીતે  ૧૭મીએ મહંત પૂ.વિજયબાપુ અને મહંત પૂ.નરેન્દ્રબાપુના હસ્તે ધર્મધજાનું આરોહણ 

0
45
????????????????????????????????????????????

જુનાગઢમાં આપાગીગા ઓટલા દ્વારા જાહેર અન્નક્ષેત્ર ધમધમશે મહાશિવરાત્રી પર્વ નિમીતે સતાધારધામ અને શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા આયોજન ૧૭મીએ સતાધાર જગ્યાના મહંત પૂ.વિજયબાપુ અને આપાગીગા ઓટલાના  મહંત પૂ.નરેન્દ્રબાપુના હસ્તે ધર્મધજાનું આરોહણ  ૭ વિઘા જગ્યામાં ૭ દિવસ રસોડુ ધમધમશે.

વિઝન

આપાગીગાની જગ્યા- સતાધારધામ તેમજ શ્રી આપાગીગાનો ઓટલો- ચોટીલા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જુનાગઢ ખાતે ૧૮ વરણના લોકોની શ્રધ્ધા અને આસ્થા સમાન શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સમગ્ર જનતા માટે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે. દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. આ વર્ષે પણ શ્રી લાલ સ્વામીની જગ્યા, મહંતશ્રી હરિગીરીબાપુ, અકીલા ભગીરથ વાડીની સામે, ભવનાથ જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેળામાં શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આ વખતે તા.૧૫/૨ શનિવારથી જ ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ તા.૧૭/૨ સોમવારના રોજ ધર્મધ્વજાનું  સતાધારની જગ્યાના મહંત પૂ.વિજયબાપુ અને શ્રી આપાગીગા ઓટલાના મહંત પૂ.નરેન્દ્રબાપુ તેમજ દેશભરમાંથી ઉપસ્થિત મહામંડલેશ્વરશ્રીઓ, સાધુ- સંતો, મહંતશ્રીઓ અને મહાનુભાવશ્રીઓના વરદહસ્તે કરવામાં આવશે અને અન્નક્ષેત્રનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે.

બાઈટ : મહંત પૂ.નરેન્દ્રબાપુ

જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ  તેમજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો અહીં  પૂણ્યનું ભાથુ બાંધવા માટે આવતા હોય છે તેમજ વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં ”તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે.” ”નવનાથ, ૮૪ સિધ્ધ”, ”૬૪ જોગણીઓ” અને જેનાં શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દતાત્રેયનાં બેસણા છે અને જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહા શિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર શ્રી આપાગીગાની જગ્યા અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા પરમ પૂજય સદ્દગુરૂ દેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના આર્શીવચનથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જેની હાલના તબકકે જોર શોરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત જુનાગઢ, શ્રી શ્યામધામ મધુરમ ટીંબાડીયા તેમજ જુનાગઢ શહેર તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ શહેરના કાર્યક્રર્તાઓ દ્વારા તૈયારીઓની ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

રિપોર્ટર: કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશકુમાર રાઠોડ, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here