દહેગામ : મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી, ખાત મુહુર્તનો કાર્યક્રમ પણ યોજાયો

0
39

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજે  ભારત દેશને આઝાદી અપાવનાર એવા રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધી સૌ દેશવાસીઓના હ્રદયમા વસી ગયેલા અને આજે પણ સૌ તેમને યાદ કરીને તેમની ૧૫૦ મી જન્મજયંતીની દેશમા ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે આજે દહેગામ નગરપાલિકા વિસ્તારમા આવેલ મ્યુનિશિપલ બોઈઝ હાઈસ્કુલના પટાગણામા મહાત્મા ગાંધીની નવનીર્મીત પ્રતીમાની અનાવરણ વિધિ અને તાલુકા સેવાસદનથી ફાયર સ્ટેશન સુધીનો આરસીસી રોડ અને આનુષાંગિક કામના ખાત મુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાથમા બેનરો સાથે રેલી યોજીને મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત સીંગલયુક્ત પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનની શરૂઆત રૂપે આજે વિદ્યાર્થીઓએ ખુબ જ શાનદાર રીતે આયોજન કર્યુ હતુ.

 

 

ત્યારે ભાજપના હોદ્દેદારોએ દરેક પ્રતીમાઓને ફુલહાર પહેરાવવામા આવ્યા હતા. અને ત્યાર બાદ મ્યુનિશિપલ બોઈઝ હાઈસ્કુલ ખાતે આ કાર્યક્રમનો શુભારંભ કરતા અમદાવાદ પુર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ બીમલભાઈ અમીન તેમજ પ્રાંત અધિકારી વીરલબેન દેસાઈ સાસકપક્ષના નેતા પીંટુભાઈ અમીન અને ચિફ ઓફીસર સતીષ પટેલ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડ તથા મ્યુનિશિપલ હાઈસ્કુલના આચાર્ય અને સમગ્ર ભાજપના હોદ્દેદારો ભેગા મળી દીપ પ્રાગટ્ય કરી મહાત્મા ગાંધીની નવનીર્મીત પ્રતીમાની અનાવરણ વિધિ કરી તેને ખુલ્લી મુકવામા આવી હતી.

 

 

ત્યાર બાદ આવેલ તમામ હોદ્દેદારો અને નગરજનોએ સ્વચ્છતા અભિયાનની સપથની પ્રતીજ્ઞા લીધી હતી. અને આવેલા તમામ  મહેમાનોનુ સ્વાગત કરી પ્રાસંગીક પ્રવચન આપવામા આવ્યુ હતુ. અને પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરી કપડાથી થેલી વીશેની વિસ્તુત માહિતી નગરપાલિકાના પ્રમુખ દ્વારા આપવામા આવી હતી. અને આ પ્રસંગે દહેગામ તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો, નગરજનો, કાર્યકર્તાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. અને વ્રુક્ષા રોપણનુ કાર્યક્રમ કરી તાલુકા સેવાસદનથી ફાયર સ્ટેશન સુધીના આરસીસી રોડનુ ખાતમહુર્ત કરવામા આવ્યુ હતુ તેથી આ રોડ નવો બનશે તમામ લોકોની સમસ્યાનુ સમાધાન થશે આમ આજના પ્રસંગને અનુરૂપ સાસક પક્ષના નેતા સસીકાંત અમીને આભારવિધિ કરી હતી.

 

 

  • સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓએ જન આંદોલનની શરૂઆત કરી સ્વચ્છતા અને સીંગલયુક્ત પ્લાસ્ટિક મુક્ત ભારતના બેનરો સાથે શહેરમા સેવાસદન કચેરીથી રેલી કાઢવામા આવી હતી તેમા ભાજપના તમામ હોદ્દેદારો જોડાયા
  • દહેગામ તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારોએ દહેગામ શહેરમા આવેલી તમામ પ્રતીમાઓને ફુલહાર પહેરાવવામા આવ્યા હતા
  • ત્યાર બાદ દહેગામ ખાતે આવેલી મ્યુનિશિપલ બોઈઝના પટાગણામા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે એક કાર્યક્રમ રાખવામા આવ્યો હતો
  • આ કાર્યક્રમમા મહાત્મા ગાંધીની નવનીર્મીત પ્રતીમાની અનાવરણ વિધિ અને તાલુકા સેવાસદનથી ફાયર સ્ટેશન સુધીના આરસીસી રોડ અને આનુષાંગિક કામના ખાતમુહુર્તનુ ઉદઘાટન કરવામા આવ્યુ
  • આજના આ પ્રસંગે દહેગામ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ નગરજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here