Tuesday, September 28, 2021
Homeમહાવીર જયંતી : એ દૃશ્યનું પેઈન્ટિંગ જેમાં અકબર જૈન મુનિથી પ્રભાવિત થયો...
Array

મહાવીર જયંતી : એ દૃશ્યનું પેઈન્ટિંગ જેમાં અકબર જૈન મુનિથી પ્રભાવિત થયો હતો અને જીવ હત્યા રોકી હતી

મહાવીર નિર્વાણનાં 70 વર્ષ પછી આશરે 2500 વર્ષ પહેલાં જોધપુરના ઓસિયામાં આચાર્ય રત્નપ્રભસુરિશ્વરજીએ તેની સ્થાપના કરાવી હતી. આ પ્રતિમા ખોદકામ વખતે મળી આવી હતી. દૂધ અને રેતથી બનેલી આ પ્રતિમા પર સુવર્ણ લેપ કરાયો છે.

આજે એ દૃશ્યનું પેઈન્ટિંગ: જ્યારે જૈન મુનિથી પ્રભાવિત થઇ અકબરે જીવ હત્યા રોકી હતી
આજે એ દૃશ્યનું પેઈન્ટિંગ: જ્યારે જૈન મુનિથી પ્રભાવિત થઇ અકબરે જીવ હત્યા રોકી હતી

સુરતના જિનાલયમાં હીરવિજય સૂરીજી સાથે અકબરની મુલાકાતનું આ પેઈન્ટિંગ મૂકેલું છે. મોગલ સમ્રાટ અકબરે વિક્રમ સંવત 1652(વર્ષ 1601)માં આચાર્ય હીરવિજય સૂરિજીને ફતેહપુર સિક્રી આમંત્રિત કર્યા હતા. હીરવિજયજીએ દરબારમાં પથરાયેલા કાલીન પર એમ કહેતા ચાલવાનો ઈનકાર કરી દીધો હતો કે તેનાથી તેની નીચે જે જીવ દટાયેલા છે તેના પ્રત્યે હિંસા ગણાશે. અકબર અહિંસાના આટલા ઉચ્ચ આદર્શોથી પ્રભાવિત થયા. તેમણે પર્યૂષણ સહિત ખાસ તારીખો પર જીવ હિંસા પર પ્રતિબંધ મૂકી દીધો. કહેવાય છે કે તે શાકાહારી બની ગયો હતો.

આજે સંયમ, દાન અને અહિંસા કેમ સૌથી વધુ જરૂરી છે, જણાવી રહ્યાં છે ત્રણ આચાર્ય

આચાર્ય વિદ્યાસાગર મહારાજ
આચાર્ય વિદ્યાસાગર મહારાજ

સંયમ: આહાર જ તમારા માટે ઔષધિ છે
આચાર્ય વિદ્યાસાગર મહારાજ જણાવે છે કે, જેમ નાનકડી અગરબત્તીથી આખો ઓરડો સુવાસિત થઈ જાય છે એ જ રીતે સ્વયં બળીને બીજાને સુખ, શાંતિ, આનંદ આપવા જોઈએ. અસંયમી થઈને કોરોનાએ બધાને સંયમના પાઠ ભણાવ્યા. કોઈ રોગની સારવાર ના હોય એવું આપણા આયુર્વેદમાં છે જ નહીં. ભારતમાં આહાર જ ઔષધિ છે, જે શક્તિપ્રદ, વીર્યપ્રદ અને બુદ્ધિના વિકાસમાં સહાયક છે. હવે આપણે આંતરિક સંવેદના અને સંયમ જગાડવાની જરૂર છે. આપણે ભગવાન મહાવીર સ્વામીના આ સિદ્ધાંતને અપનાવીને દેશને જ નહીં, આખા વિશ્વને કોરોના મહામારીથી બચાવી શકીએ છીએ.

ગણાચાર્ય પુષ્પદંત સાગર મહારાજ
ગણાચાર્ય પુષ્પદંત સાગર મહારાજ

દાન: મદદ કરવી જ સૌથી મોટો ધર્મ
ગણાચાર્ય પુષ્પદંત સાગર મહારાજ કહે છે કે, આ સંકટનો સમય છે. જ્યારે ભગવાન મહાવીરના સમયમાં મહામારીનો પ્રકોપ હતો, ત્યારે તેઓ લોકો પાસે મદદ માગવા ગયા હતા. તેમણે પોતાનો વિહાર એ ગામોમાં કર્યો, જ્યાં મહામારીનો પ્રકોપ હતો. તેમની આભાથી મહામારીનો પ્રકોપ પણ ખતમ થઈ ગયો હતો. હવે દેશના જેટલા સંત છે, સક્ષમ લોકો છે, તેમણે લોકોને આ સંકટમાંથી બચાવવા માટે દાન કરવું જોઈએ. આર્થિક મદદ કરવી જોઈએ. જ્યાં જેવી જરૂર છે, ત્યાં તેમને મદદ કરવી જોઈએ. લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ. જે મદદ કરી શકેએ, તે કરવી જોઈએ.

આચાર્ય મહાશ્રમણ મહારાજ
આચાર્ય મહાશ્રમણ મહારાજ

અહિંસા: વાણીમાં પણ હિંસા ન હોવી જોઈએ
મહાવીરનો અહિંસાનો સિદ્ધાંત તમામ માટે ફાયદાકારક છે. ગઈકાલે, આજે અને આવતીકાલે અહિંસાનો કાળ જ લાભદાયી છે. સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ અહિંસાનાં ત્રણ મુખ્ય અંગ છે. જાતિ, ધર્મ, પંથ, વિચાર, ભાષા પ્રમાણે દુનિયામાં વિવિધતા છે. આ વિવિધતામાં પણ મિત્રતા, સદભાવના હોવી જોઈએ. આ અહિંસા છે. સંયમ આપણાં ભોજન, વસ્ત્ર, મન, વાણી અને ઈન્દ્રિયોમાં પણ હોવો જોઈએ. નિંદા, અસત્ય, ચુગલી તેમજ કોઈની બદનામી કરવાથી બચવું જોઈએ. – મહાશ્રમણજી હાલ સમગ્ર દેશમાં અહિંસાયાત્રાએ છે.

ધ ગ્રાઉન્ડ રિપોર્ટ:બદલાઈ રહ્યાં છે ભગવાન મહાવીર સ્વામીનાં શહેર – વૈશાલી અને પાલિતાણા

જૈન દાર્શનિકોની દલીલ છે કે, ભગવાન મહાવીરનું પ્રતીક ચિહન એક સિંહ છે અને વૈશાલીના પ્રસિદ્ધ અશોક સ્તંભમાં પણ એક જ સિંહ છે. જ્યારે બુદ્ધ સાથે જોડાયેલાં સ્થળો પર પ્રતીક ચિહનોમાં સિંહની સંખ્યા ચાર છે.
જૈન દાર્શનિકોની દલીલ છે કે, ભગવાન મહાવીરનું પ્રતીક ચિહન એક સિંહ છે અને વૈશાલીના પ્રસિદ્ધ અશોક સ્તંભમાં પણ એક જ સિંહ છે. જ્યારે બુદ્ધ સાથે જોડાયેલાં સ્થળો પર પ્રતીક ચિહનોમાં સિંહની સંખ્યા ચાર છે.

દાવો: વૈશાલીમાં બુદ્ધની નહીં, મહાવીરની સ્મૃતિમાં બનાવાયો હતો અશોક સ્તંભ
આ વૈશાલી છે. અહીંના બાસોકૂંડ ગામની પાસે કૂંડલપુરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. હવે આ ભૂમિ પર ભગવાન મહાવીરનું ભવ્ય મંદિર છે. વૈશાલી જ એ સ્થાન છે, જ્યાં બુદ્ધે પોતાના નિર્વાણની જાહેરાત પણ કરી હતી. એટલે આ બૌદ્ધો માટે પવિત્ર ભૂમિ છે. અત્યાર સુધી એવી માન્યતા રહી છે કે, સમ્રાટ અશોકે અહીં ભગવાન બુદ્ધની સ્મૃતિમાં એક સિંહવાળા સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. જોકે, હવે એક નવો દાવો સામે આવ્યો છે. નવા ઉત્ખનનમાં મળેલા પુરાતત્વીય અવશેષો પર રિસર્ચ કરી રહેલા જૈન દાર્શનિકે દાવો કર્યો છે કે આ અશોક સ્તંભ ભગવાન બુદ્ધ નહીં, પરંતુ ભગવાન મહાવીરની દીક્ષાની સ્મૃતિમાં બનાવાયેલો ‘મનોજ્ઞ સ્તંભ’ છે.

ઈતિહાસકાર સચ્ચિદાનંદ ચૌધરીના પુસ્તકના હવાલાથી વૈશાલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચના ડો. આર.સી જૈન અને વૈશાલીના મહાવીર પુસ્તકના સંપાદક રાજેન્દ્ર જૈન કહે છે મહાવીરે જ્ઞાતૃ વનમાં 12 વર્ષ તપ પછી રાજા બકુલના ભવનમાં પ્રથમ આહાર કર્યો હતો. આ ભવનના અવશેષ એક સિંહવાળા સ્તંભની પાસે મળ્યા છે. દાવો છે કે અશોકે મહાવીરની સ્મૃતિમાં આ સ્તંભ બનાવ્યો હતો. મહાવીરના જન્મસ્થળની માટીને અહિલ્ય મનાય છે. એટલે એવી ભૂમિ, જ્યાં હળ ચલાવી શકાય નહીં. તેની આજુબાજુના સ્થાને ક્યારેય વખતથી હળ ચલાવાયું નથી.

સ્તંભ પર એક સિંહનું ચિહ્ન હોઈ એટલા માટે કે તે મહાવીરનું પ્રતીક છે
જૈન દાર્શનિકોની દલીલ છે કે, ભગવાન મહાવીરનું પ્રતીક ચિહન એક સિંહ છે અને વૈશાલીના પ્રસિદ્ધ અશોક સ્તંભમાં પણ એક જ સિંહ છે. જ્યારે બુદ્ધ સાથે જોડાયેલાં સ્થળો પર પ્રતીક ચિહનોમાં સિંહની સંખ્યા ચાર છે.

જૈન સંતોએ પાલિતાણાને પ્રથમ શાકાહારી શહેર બનાવ્યું હતું
ગુજરાતનું પાલિતાણા આજે દુનિયાના પ્રથમ સંપૂર્ણ શાકાહારી શહેર તરીકે પ્રસિદ્ધ છે. જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી મોટા ભાગના અહીંના શેત્રુંજય શિખરને સ્પર્શે છે. આશરે 70 હજારની વસતી ધરાવતા આ શહેરમાં આમ તો જૈન સમુદાયની વસતી ફક્ત 1200 છે, પણ આટલી ઓછી વસતી પર અહીં સમાજની 300થી વધુ ધર્મશાળાઓ છે. દર વર્ષે 500થી વધુ સંત અહીં આવે છે. આ સંતોના પ્રભાવથી પાલિતાણા દુનિયાનું પ્રથમ માંસાહાર મુક્ત શહેર બન્યું છે.

અહીં 2014માં ગચ્છાધિપતિ દોલતસાગર મહારાજની પ્રેરણાથી મુનિ વિરાગસાગર મહારાજે ગેરકાયદે રીતે માંસના વેચાણ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. 200થી વધુ સાધુ-સાધ્વી આ મુદ્દે ઉપવાસ પર બેસી ગયાં હતાં. ત્યારે તત્કાલીન સરકારે પાલિતાણાને માંસાહાર-મુક્ત શહેર જાહેર કર્યું. માંસાના વેપાર સાથે જોડાયેલા લોકોને બીજો રોજગાર અપનાવવા મદદ કરાઈ. આવા વેપાર સાથે સંકળાયેલા રસૂલ બાદશાહ કહે છે કે મુનિ વિરાગસાગર મહારાજે અમને બોલાવી સમજાવ્યા હતા. તેમણે આર્થિક મદદ કરી બીજા કામધંધા અપનાવવાની પ્રેરણા આપી. આજે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું. હવે મારા પરિવારમાં કોઈ માંસાહારી નથી. શહેરમાં આચાર્ય અભયદેવસૂરી મહારાજની પ્રેરણાથી રોડનું નિર્માણ કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments