Monday, September 20, 2021
Homeમહેમદાવાદ : બાવરા લાટ નજીક અજાણ્યા શખ્સોએ ટ્રાન્સફોરમરને નુકસાન પહોંચાડી
Array

મહેમદાવાદ : બાવરા લાટ નજીક અજાણ્યા શખ્સોએ ટ્રાન્સફોરમરને નુકસાન પહોંચાડી

મહેમદાવાદ પંથકમાં જાહેર જગ્યાએ ઈલેકટ્રીકલ ટ્રાન્સફોરમરને નુકસાન પહોંચાડવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ નુકસાન પહોંચાડી તેમાંથી આશરે 180 લીટર ઓઈલ અને એલ્યુમિનિયમની કોઈલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે ખેડા વીજ કંપનીના નાયબ ઈજનેરે ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદ તાલુકાના બાવરા લાટ નજીક ગત 27 જુન પહેલા કોઈ પણ સમયે અહીંયા આવેલ ઈલેકટ્રીકલ ટ્રાન્સફોરમરને નુકસાન પહોંચાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની જાણ સ્થાનિક વાયરમેનને થતાં તેમણે આ અંગે ખેડા વીજ કંપનીના નાયબ ઈજનેરે આશીષ પટેલને કરી હતી. આથી બીજા દિવસે વીજ કંપનીના નાયબ ઈજનેરે સ્થળ તપાસ આદરી હતી. જે દરમિયાન માલુમ પડયું હતું કે આ ટ્રાન્સફોરમરમાંથી અજાણ્યા શખ્સોએ આશરે 180 લીટર ઓઈલ અને ત્રણ એલ્યુમિનિયમની કોઈલની ચોરી કરી હોવાનું જણાતાં વીજ કંપનીના નાયબ ઈજનેરે ખેડા ટાઉન પોલીસ મથકે આ અંગેની ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં આશરે 1 લાખ 19 હજારનું નુકશાન થયું હોવાનું પણ ઉલ્લેખ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments