મહેન્દ્રસિંહ ધોનીએ વિરાટ કોહલીને ઊગ્ર સ્વભાવવાળો કહ્યો હતો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

0
4

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વિરાટ કોહલીને ઊગ્ર સ્વભાવવાળો કહ્યો હતો. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ધોનીએ IPLની 14મી સીઝન માટે જોરશોરથી પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું છે. આ સમયે ધોની પોતાના નવા લૂકના કારણે ચર્ચામાં આવ્યા છે. જેમાં પહેલા જે વીડિયો તેનો વાઈરલ થયો હતો તેમાં તેને મુંડન કરાવ્યું હતું અને એક બૌદ્ધ ભિક્ષુકના વેશમાં નજરે પડ્યો હતો. તેવામાં અત્યારે એમ.એસ.ધોનીનો બીજો વીડિયો બહાર આવ્યો છે. જેમાં તે એક કેમ્પના ટ્રેનરના લૂકમાં નજરે પડ્યા હતા.

ધોનીએ પ્રથમ વીડિયોમાં રોહિત શર્માને IPLની ટ્રોફી માટે લાલચી કહ્યો હતો, તેવામાં બીજા વીડિયોમાં તેણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર નિશાનો સાધ્યો છે. ધોનીએ આમાં વિરાટ કોહલીના ગુસ્સા અને ઊગ્ર સ્વભાવની પ્રશંસા કરી હતી.

વિરાટ કોહલીની વાઈરલ તસવીર

વિરાટ કોહલીની વાઈરલ તસવીર

વિરાટ પોતાના આક્રમક સ્વાભાવ માટે જાણીતો છે

ભારતીય ટીમનો કેપ્ટન આખા વિશ્વમાં પોતાના ઊગ્ર સ્વભાવ માટે જાણીતો છે. વિરાટ હંમેશા ક્રિકેટના મેદાનમાં કોઈનું પણ ખોટુ ચલાવી લેતો નથી અને પ્રતિસ્પર્ધીઓને વળતો જવાબ પણ આપે છે. જોકે તે, હજુ સુધી પોતાની IPLની ટીમ RCBને એકપણ વખત વિજેતા બનાવી શક્યો નથી.

ધોનીના વીડિયો ગણતરીના સમયમાં વાઈરલ થયા

એમ.એસ.ધોનીના નવા લૂકનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રકાશવેગે વાઈરલ થઈ ગયો હતો. આ વીડિયો IPLના ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક જાહેરાત માટે બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here