Friday, April 19, 2024
Homeમહેસાણા : કારનો કાચ ફોડી હાહાકાર મચાવનાર ગીલોલ ગેંગે 41 ચોરી કબૂલી
Array

મહેસાણા : કારનો કાચ ફોડી હાહાકાર મચાવનાર ગીલોલ ગેંગે 41 ચોરી કબૂલી

- Advertisement -

મહેસાણા: ગીલોલથી કારના કાચ ફોડી કે ગંદુ નાખી ચોરીને અંજામ આપતી મહારાષ્ટ્રીયન ટોળકીના 3 રીઢા ચોર મહેસાણા એલસીબીના હાથમાં આવતાં મહેસાણા જ નહીં ગુજરાતભરની 41 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે માત્ર બાઇકના નંબરને આધારે ઝડપેલા ચોરો પાસેથી મોબાઇલ, ગીલોલ, ચપ્પુ, લોખંડનો ખીલો, યુનિકોન બાઇક મળી કુલ રૂ. 97,950નો મુદ્દામાલ કબજે કરી ટોળકીના એક મહિલા સહિત 5 સાગરીતોને ઝડપી લેવા તજવીજ કરી છે.

મહેસાણા એસપી નિલેશ જાજડીયાએ માહિતી આપતાં જણાવ્યું કે, ઊંઝામાં કારનો કાચ તોડી ચોરી કરી ત્રણ સવારીમાં ભાગેલા ચોરોને જોઇ કારમાં બેઠેલા ડ્રાઇવરે તુરંત પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ નજીકના કઢાવેલા સીસીટીવી ફૂટેજમાં યુનીકોન બાઇકનો જીજે 16 સીએ 7358 નંબર મળતાં જ પોલીસ વોટ્સએપ ગૃપમાં મૂકી જિલ્લાભરમાં નાકાબંધી કરાઇ હતી. જેમાં એલસીબી પીઆઇ એસ.એસ. નિનામા,પીએસઆઇ આર.જી. ચૌધરી સહિત સ્ટાફે રામપુરા ચોકડીથી મહેસાણા તરફ સૂચિત નંબરના બાઇક પર ત્રણ સવારીમાં જઇ રહેલા પરપ્રાંતિયોને પકડી પૂછપરછ કરતાં 41 ચોરી કબૂલી હતી.

મહારાષ્ટ્રની 8 સભ્યોની ટોળકીએ મહેસાણા જિલ્લામાં શહેરમાં કોઝી રેસ્ટોરન્ટ, અવસર પાર્ટી પ્લોટ અને રાજકમલ પેટ્રોલપંપ પાસે તેમજ વિસનગર ગંજબજાર, ઊંઝા અને વોટરપાર્ક પાસે પાર્ક કરેલી કારના કાચ ફોડી 6 ચોરી તેમજ પાલનપુર, બાયડ, અમદાવાદ, કચ્છ, અંકલેશ્વર, વડોદરા મળી કુલ 41 ચોરીઓ કબૂલી હતી. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લીધેલી ગીલોલ, ચપ્પુ, લોખંડનો ખીલો, બાઇક મળી રૂ. 97,950નો મુદ્દામાલ કબજે લીધો છે. તેમને અમદાવાદમાં કરેલી ચોરી દરમિયાન રિવોલ્વર પણ મળી હતી, જે તેમણે ફેંકી દીધી હતી.

સેપ્ટીપીન અને રબરથી બનાવેલી ગીલોલ ચલાવવામાં માહેર 
3 ઇંચની સેપ્ટીપીનથી બનાવેલી ગીલોલમાં છરો ભરાવીને કારનો કાચ ફોડતી આ ટોળકી રૂ.10ની નોટો કારની બાજુમાં નાખી, ટુવ્હીલરને પંકચર કરી, કારનો દરવાજો ખોલી, ગંદુ નાખી શરીરે ખંજવાળ આવે તેવો પાવડર નાખીને કે પછી નજર ચૂકવીને ચોરી કરવામાં માહેર છે.

સેકન્ડહેન્ડ બાઇક ખરીદીને કરતા હતા ચોરી
આ ટોળકી છત્રાલ, રણોલી (વડોદરા), અંકલેશ્વર, કીમ-કોસંબા, વાસદ, સેવાલીયા, સાંકળદા સહિતના સ્થળોએ મકાન ભાડે રાખીને રહેતા અને તેના 50થી 100 કિમીમાં ચોરી કરતા હતા. મહારાષ્ટ્રથી આવી તેઓ આઇડીને આધારે સેકન્ડમાં બાઇક ખરીદતા અને ચોરીઓને અંજામ આપી તે બિનવારસી હાલતમાં મૂકીને ભાગી જતા હોઇ પકડાતા ન હતા.

ગુનો આચરતી વખતે મોબાઇલથી દૂર રહેતા
છેલ્લા કેટલાક સમયથી છત્રાલમાં અસ્લમ ઉર્ફે બોડાના મકાનમાં ભાડેથી રહેતી આ ટોળકી ચોરી કરવા જાય ત્યારે મોબાઇલ સાથે રાખતા ન હોઇ પોલીસના હાથમાં આવતા ન હતા. ચોરીમાં આવતી તમામ રકમ મહારાષ્ટ્રમાં બેઠેલી રતના નાયડુ પાસે ભેગી કરતા હતા. આ ટોળકી ચોરીને અંજામ આપ્યાના બીજા કે ત્રીજા જ દિવસે વધુ એક ઘટનાને અંજામ આપતી હતી.

ઝડપાયેલા 3 ચોરો
1. મુત્તુ ઉર્ફે અરૂણ મારમુતુ આયનાર નાયડુ (રહે. નવાપુરા, વાકીપાડા, તા. નંદુરબાર, મહારાષ્ટ્ર)
2.દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ (રહે. નવાપુરા, મહારાષ્ટ્ર)
3.શ્યામ બાબુ નાયડુ (રહે. નવાપુરા, મહારાષ્ટ્ર)

ભાગતા ફરતા 5 ચોર
1.શીવા વેંકટ નાયડુ
2.નંદા મુર્તીકુમાર
3.ગોવિંદા સુબ્રમહ્યમ
4.જીતુ
5.રતનબેન મુન્ના ગુલાબસિંહ નાયડુ (રહે.મહારાષ્ટ્ર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular