Home ગુજરાત પ્રવાસ રદ : જમ્મુ-કાશ્મીર છોડવાના પગલે ઉત્તર ગુજરાતના 40 યાત્રિકો અમરનાથ યાત્રાથી...

પ્રવાસ રદ : જમ્મુ-કાશ્મીર છોડવાના પગલે ઉત્તર ગુજરાતના 40 યાત્રિકો અમરનાથ યાત્રાથી પરત ફરશે

0
25

મહેસાણા: કેન્દ્ર સરકારે અમરનાથ અને જમ્મુ-કાશ્મીરમાંથી પ્રવાસીઓને પરત ફરવાની ગઇ કાલે અપિલ કરી હતી. જેને લઇ ઉત્તર ગુજરાતના 290 જેટલા પ્રવાસીઓને અધ્ધવચ્ચે પ્રવાસ છોડવાની ફરજ પડી છે. તેમજ 100 જેટલા પ્રવાસીઓને પોતાનો પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે.

100 લોકોએ પ્રવાસ રદ કરવો પડ્યો
કેન્દ્ર સરકારે શુક્રવારે શ્રધ્ધાળુઓને અમરનાથની યાત્રાથી અને જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ છોડી વતન પરત ફરવાની અપીલ કરી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાંથી અમરનાથયાત્રા કરવા 40 જેટલાં શ્રધ્ધાળુઓ છે. તેમજ જમ્મુ-કાશ્મીરના પ્રવાસમાં 250 જેટલા ઉત્તર ગુજરાતવાસીઓ છે. સરકારે અધ્ધવચ્ચે યાત્રા અને પ્રવાસ છોડવાની અપીલને લઇ 290 જેટલા લોકોને પરત ફરવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ઓગસ્ટમાં જનાર અન્ય 100 જેટલાં પ્રવાસીઓએ પોતાનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી છે.

Live Scores Powered by Cn24news