Monday, October 25, 2021
Homeઆગાહી : MPની સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારા વરસાદની સંભાવના
Array

આગાહી : MPની સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારા વરસાદની સંભાવના

મહેસાણા: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયા બાદ હવે તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું છે. બીજી બાજુ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ ટ્રફ આધારીત હોવાથી જો સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ વરસશે અને જો ઉત્તર ગુજરાત ઉપરથી આ સિસ્ટમ પસાર થશે તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે.
બુધવારે ઝરમર વરસ્યો
72 કલાક બાદ બુધવારે ફરી એક વાર ઉ.ગુજરાતમાં ઘનઘોર વાદળો સાથે વરસાદી વાતાવરણ બંધાયું હતું. સવારે છુટોછવાયો ઝરમર વરસ્યો હતો. જે જોતાં બપોર સુધીમાં ભારે વરસાદ વરસશે તેવું લાગતું હતું. પરંતુ સાંજે 7 વાગ્યા સુધીમાં એકપણ તાલુકામાં નોંધણીલાયક વરસાદ વરસ્યો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments