Home ગુજરાત મહેસાણા : 50 વર્ષે બીજાં લગ્ન કર્યાં, સંતાનોને કારણે લગ્ન જીવન ખોરંભે...

મહેસાણા : 50 વર્ષે બીજાં લગ્ન કર્યાં, સંતાનોને કારણે લગ્ન જીવન ખોરંભે ચડ્યું

0
30

મહેસાણાઃ પ્રથમ પત્નીના મૃત્યુ બાદ 3 સંતાનોના પિતાએ વિધવાને તેના 2 સંતાનો સાથે સ્વીકારી ઢળતી ઉંમરે લગ્ન કરવાનું ભારે પડ્યું હતું. પ્રથમ પત્નીનો પુત્ર દારૂના નશામાં વર્તમાન પત્નીની પુત્રીઓને હેરાન કરતો હોવાના કારણે લગ્ન જીવન જોખમાતાં તેમણે મહેસાણાના મહિલા પોલીસ સ્ટેશનનો આશરો લીધો હતો. જેમાં આગેવાનોની મધ્યસ્થી અને પોલીસની સમજાવટને અંતે દંપતીનું તૂટતું લગ્ન જીવન બચી ગયું હતું.

હારિજ તાલુકાના કુરેજાના પરામાં રહેતા સોહનજી ઠાકોરની પત્ની 3 સંતાનો મૂકી મૃત્યુ પામતાં તેઓ 50 વર્ષે લગ્ન માટે કન્યાની શોધમાં હતા. તે સમયે પુરીબેન નામની મહિલાના પરિવારના સંપર્કમાં આવ્યા હતા. પુરીબેનના પતિ પણ 2 પુત્રી મૂકીને મૃત્યુ પામેલા હોઇ તેમણે લગ્ન કરી લીધા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક સંતાન પણ હતું. જોકે, લગ્નના 5 વર્ષ દરમિયાન દંપતીના અગાઉના લગ્ને થયેલા 5 સંતાનો વચ્ચે ઉભા થતાં ખટરાગે તેમનું લગ્નજીવન ખાટું કરી દીધું હતું.

તાજેતરમાં સોહનજીનો મોટો પુત્ર દારૂના નશામાં પુરીબેનની પુત્રીને હેરાન કરતો હોવાના મુદ્દે થતો ઝઘડો મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જેમાં પુરીબેનની ફરિયાદ હતી કે, સોહનજીનો પુત્ર તેમની પુત્રીને હેરાન કરતો હોઇ સાસરીમાં જવું નથી. મહિલા પીએસઆઇ બી.વી. ઠક્કર, એએસઆઇ હંસાબેનની સમજાવટથી આખરે દંપતીએ 6 સંતાનો સાથે રહેવાની તૈયારી બતાવતાં હાજર પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

Live Scores Powered by Cn24news