મહેસાણા : દૂધસાગર દૂધ ઉત્પાદકોને ભાવફેર આપશે, પશુપાલકોને 160 કરોડનો વધારો અપાશે

0
19

મહેસાણા : દૂધસાગર ડેરીએ સામાન્ય સભામાં દૂધ ઉત્પાદકોના લાભાર્થે ભાવફેર આપવાનો ઠરાવ કર્યો હતો. આજે મળેલી ડેરીની સામાન્ય સભામાં ઠરાવને મંજૂરી આપી નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને રૂપિયા 160 કરોડનો ભાવ ફેર મળશે.
આ વર્ષે 25-30 ટકાનો વધારો કર્યો
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે અમે રૂપિયા 120 કરોડનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. અમે આજે મળેલી સાધારણ સભામાં ઠરાવ કર્યો છે કે આ વર્ષે 25-30 ટકાનો વધારો કર્યો છે, જેના લીધે ખેડૂતોને રૂ. 160 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here