સુશાંત સુસાઈડ કેસ : સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં મહેશ ભટ્ટની બે કલાક પૂછપરછ કરવામાં આવી,

0
0

મુંબઈ. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં પોલીસે ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં આશરે બે કલાક સુધી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે મહેશ ભટ્ટને સુશાંત અને રિયાના સંબંધ વિશે સવાલ-જવાબ પૂછ્યા હતા. આ ઉપરાંત ફિલ્મોમાં સુશાંતને રોલ આપીને બહાર કાઢી નાખવાના આરોપો પર પણ પૂછપરછ કરી.

મહેશ ભટ્ટને પોલીસે બાંદ્રા પોલીસે સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ ત્યાં મીડિયાની ભીડને જોઈને પોલીસે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી. હવે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાને પણ સ્ટેટમેન્ટ માટે બોલવામાં આવશે.

ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાની પણ પૂછપરછ થશે

રવિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, સુશાંત સિંહના સુસાઈડ મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહરની પૂછપરછ કરવામાં આવશે.

કંગનાના આરોપ બાદ આ નિર્ણય લેવાયો

મુંબઈ પોલીસે આ નિર્ણય કંગના રનૌતના એક સ્ટેટમેન્ટ પછી લીધો છે. સુશાંતની આત્મહત્યા માટે તેણે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમને જવાબદાર ગણાવ્યા હતા. કંગનાએ કરણ જોહર, આદિત્ય ચોપરા, રાજીવ મસંદ અને મહેશ ભટ્ટ પર કેમ્પિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વાત અનિલ દેશમુખે તેમના સ્ટેટમેન્ટમાં પણ કહી છે કે, પૂછપરછમાં પોલીસ એ જાણવાની ટ્રાય કરી રહી છે કે સુશાંત ખરેખર કેમ્પિંગનો શિકાર થયો હતો કે નહીં.

આટલું જ નહીં હાલમાં કંગનાની ટીમે તો એવો પણ દાવો કર્યો કે, કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધી લખ્યું હતું, આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

અત્યાર સુધીની પૂછપરછ

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે.

મહેશ ભટ્ટ અને કરણ જોહર વારંવાર ટ્રોલ થઇ રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂતની મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહર વારંવાર ટ્રોલ થઇ રહ્યા છે. કરણ જોહર પર સુશાંતના કરિયરને ખરાબ કરવાના આરોપ પણ લાગી રહ્યા છે. આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા સહિત ઘણા સ્ટાર કિડ્સ પણ ટ્રોલ થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here