IPL 2020 ને લઇને માહીએ શરૂ કરી પ્રેક્ટિસ

0
9

ક્રિકેટનાં રસિયાઓ માટે સપ્ટેમ્બર ખાસ બનીને આવી રહ્યો છે. જ્યા ક્રિકેટની લોક પ્રિય ટૂર્નામેન્ટ આઈપીએલ ચાલુ થવા જઇ રહ્યુ છે. જેને લઇને ક્રિકેટથી લાંબા સમયથી દૂર રહેલા મહેન્દ્રસિંહ ધોની પરત ફરી રહ્યા છે. લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર રહેલ ધોની મેદાનમાં પાછા ફરવાની તૈયારીમાં હવે વ્યસ્ત થઇ ગયો છે. તે આઈપીએલની તૈયારી કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન ધોનીએ રાંચીમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

19 સપ્ટેમ્બરથી યુએઇમાં યોજાનારી આઈપીએલ માટે ધોની કોઈ કસર છોડવા માંગતો નથી. સુરેશ રૈનાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે, ધોનીનાં હેલિકોપ્ટર શોટ્સ ટૂંક સમયમાં જોવા મળશે. ધોનીએ રૈનાની સલાહને ગંભીરતાથી લીધી હોવાનું દેખાઇ રહ્યુ છે. અહેવાલો અનુસાર, આઇપીએલની તૈયારી માટે ધોનીએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની ઇન્ડોર સુવિધામાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લોકડાઉન અને સામાજિક અંતરને કારણે હાલમાં રાંચીમાં બોલરો ઓછા છે. તો ધોની હાલમાં બોલિંગ મશીન દ્વારા પ્રેક્ટિસ કરી રહ્યો છે.

એવા અહેવાલો છે કે ધોની લોકડાઉન પહેલા જ આઈપીએલની તૈયારી કરતો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓગસ્ટે સબમિટ થઇ શકે છે, ત્યારબાદ તે યુએઈ જવા રવાના થશે. ધોની પાસે હાલમાં રાંચીમાં પ્રેક્ટિસ કરવા માટે બે અઠવાડિયા છે. ધોની અગાઉ માર્ચમાં ચેન્નાઇમાં સીએસકે નાં તાલીમ શિબિરનો ભાગ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here